________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૬ :
ચિદ્ વિલાસ
કાળ વીર્ય. હવે કાળવીર્ય [ શક્તિ] કહીએ છીએ:
કાળ-પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયની મર્યાદા તે કાળ છે. તેને [ ટકાવી] રાખવાની સામર્થ્યતાનું નામ કાળવીર્યશક્તિ છે. દ્રવ્યની વર્તના તે દ્રવ્ય-કાળ-ક્ષણ છે. ગુણની વર્તના તે ગુણ-કાળ છે, પર્યાયની વર્તના તે પર્યાય-કાળ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે દ્રવ્યવર્તના તો ગુણપર્યાય-વર્તનાથી છે, માટે ગુણપર્યાયવર્તના પણ દ્રવ્યવર્તના છે. [ તથા] દ્રવ્યવર્તનાથી ગુણપર્યાયવર્તના છે. માટે દ્રવ્યવર્તનામાં ગુણપર્યાય-વર્તના કહો (અને) ગુણપર્યાય (વર્તના) માં દ્રવ્યવર્તન કહો?
તેનું સમાધાન- હે ભવ્ય! તે જે પ્રશ્ન કર્યો તે તો સાચો છે, પરંતુ અહીં જે વિવક્ષા છે તે કહીએ છીએ. ગુણપર્યાયના પેજની વર્તના તે દ્રવ્યવર્તના છે કેમ કે ગુણપર્યાયનો પુંજ તે દ્રવ્ય છે. દ્રવ્યનો સ્વભાવ ગુણ-પર્યાય છે, તે દ્રવ્ય પોતાના સ્વભાવરૂપે વર્તે છે તેથી દ્રવ્ય વર્તનામાં સ્વભાવ આવ્યો. પરંતુ એટલું વિશેષ છે કે જાદી ગુણવર્તનામાં ગુણવર્તના છે. જ્ઞાનવર્તનામાં જ્ઞાનવર્તના છે, દર્શનવર્તનામાં દર્શનવર્તના છે એ પ્રમાણે જુદા જુદા ગુણમાં ગુણવર્તના જુદી જુદી છે. પર્યાયમાં પર્યાયવર્તના છે; તેમાં એટલું વિશેષ છે કે જે સમયે જે પર્યાય છે તે પર્યાયની વર્તના તેમાં છે; બીજા સમયના પર્યાયની વર્તના બીજા સમયના પર્યાયમાં છે. એક પર્યાયમાં બીજા પર્યાયની વર્તના (હોતી) નથી, (કેમકે ) પર્યાય જુદા જાદા છે. તેથી દ્રવ્યની-ગુણ પર્યાયના પેજનીવર્તના એક ગુણમાં કે એક પર્યાયમાં આવી જતી નથી, કેમ કે વસ્તુનો એક ગુણ (આખા) દ્રવ્યરૂપ હોય નહિ. જો ગુણપુંજ (-દ્રવ્ય) એક ગુણમાં જ આવી જાય તો ગુણ અનંત (હોવાથી) અનંત દ્રવ્ય થઈ જાય. ગુણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com