SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૭૪ : ચિદ્ર વિલાસ જુદી વિવેક્ષા છે. ઘણે ઠેકાણે તો દ્રવ્ય-ગુણ તે કારણ અને પર્યાય તે કાર્ય-એમ બતાવવામાં આવે છે. પરંતુ આ ઠેકાણે તો પર્યાયને કારણ કહ્યું છે અને દ્રવ્ય-ગુણને તેનું કાર્ય કહ્યું છે, કેમકે અહીં *પર્યાયમાં પણ વસ્તુપણું છે એમ સિદ્ધ કરવું છે ); કાર્ય પરિણામ જ દેખાડે છે એ વિવક્ષા જાદી છે, એ (વાત) પહેલાં કહી છે. નાના (અનેક ) ભેદથી નાની (–અનેક) વિવેક્ષાઓ છે; નયને જાણવાથી વિવક્ષા જણાય છે. તેથી પર્યાયરૂપ વસ્તુ દ્રવ્યાત્મક નથી એ કથન સિદ્ધ થયું. પર્યાયનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કેવાં છે? તે કહીએ છીએ - [ પર્યાય] ઊપજવાનું ક્ષેત્ર તો દ્રવ્ય છે; સ્વરૂપ ક્ષેત્ર પ્રદેશ પ્રદેશે પરિણામશક્તિ છે, તે શક્તિસ્થાન જ ક્ષેત્ર છે; કાળ સમય-મર્યાદા છે, નિજ–વર્તનાની મર્યાદા કાળ છે, ભાવ-સર્વ પ્રગટ-સર્વસ્વ પરિણમન-સર્વે નિજલક્ષણ (રૂપ) અવસ્થાથી શોભિત છે તે ભાવ કહીએ આ પ્રમાણે પર્યાયના સ્વરૂપને સદા નિશ્ચલ રાખે એવી સામર્થ્યતાનું નામ પર્યાયવીર્યશક્તિ કહીએ. ક્ષેત્રવીર્ય હવે ક્ષેત્રવીર્ય કહીએ છીએ. પોતાના પ્રદેશને ક્ષેત્ર કહીએ; તેને પરિપૂર્ણ નિષ્પન્ન રાખવાની સામર્થ્યતા તે ક્ષેત્રવીર્યશક્તિ છે. ક્ષેત્રવીર્યને લીધે ક્ષેત્ર છે, ક્ષેત્રમાં અનંતગુણનો નિવાસ છે, એકેક ગુણમાં અનંત શક્તિ છે, અનંત પર્યાય છે. એકેક ગુણના * પ્રવચનસાર ગા. ૮૭ ટીકા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy