________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીર્યશક્તિ
: ૭૩ :
સામર્થ્યતાને પર્યાયવીર્ય કહીએ. (પરિણામ વર્ડ) વસ્તુને વેઠે, ગુણને વેદે ત્યારે વસ્તુ પ્રગટે. વસ્તુનું અને ગુણનું સ્વરૂપ પર્યાય દ્વારા પ્રગટ થાય છે. વસ્તુરૂપ ન પરિણમે તો અવસ્તુ થઈ જાય, ગુણરૂપ ન પરિણમે તો ગુણનું સ્વરૂપ ન રહે; જો જ્ઞાનરૂપ ન પરિણમે તો જ્ઞાન ન ૨હે. તેથી સર્વ ગુણો ન પરિણમે. તો સર્વ ગુણો કઈ રીતે હોય ? સર્વનું મૂળ કારણ પર્યાય છે. પર્યાય અનિત્ય છે, (તે) નિત્યનું કારણ છે, નિત્ય-અનિત્ય વસ્તુ છે. પર્યાય (રૂપી) ચંચળ તરંગો દ્રવ્ય (રૂપી ) ધ્રુવ સમુદ્રને દર્શાવે છે.
(અહીં ) કોઈ પ્રશ્ન કરે છે કે-પર્યાય વસ્તુ છે કે અવસ્તુ છે? જો તે વસ્તુ હોય તો વસ્તુને વસ્તુસંજ્ઞા ન કહેવી જોઈએ (કેમ કે) પર્યાય જ વસ્તુ છે, અવસ્તુ હોય તો તે નાશરૂપ હોય (અર્થાત્ તે અભાવરૂપ હોય ) માટે તેનો વિરોધ આવે છે.
તેનું સમાધાનઃ- દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ વસ્તુ છે. પર્યાય, પરિણામ, દ્રવ્ય-વેદના, ગુણ-ઉત્પાદ આદિ પર્યાય છે. તેથી પર્યાયને વસ્તુ સંજ્ઞા આવિવક્ષાથી કહીએ. ( દ્રવ્ય-ગુણ-પર્યાય ) ત્રણેની ( પરિણામ સત્તા અભેદ છે તેથી વસ્તુ સંજ્ઞા પરિણામ સ્વરૂપને પરિણામ અપેક્ષાએ કહીએ. દ્રવ્ય અપેક્ષાએ પરિણામને વસ્તુ ન કહીએ. જો આ અપેક્ષાએ (-પરિણામ અપેક્ષાએ ) પણ (પર્યાયને ) વસ્તુ ન કહીએ તો પરિણામ કોઈ વસ્તુ રહેતી નથી–(તેનો) નાશ થાય છે. માટે (પર્યાયનું વસ્તુપણું) વિવક્ષાથી પ્રમાણ છે. (તે ) દ્રવ્યરૂપ નથી ( પણ ) પર્યાય (રૂપ ) વસ્તુ છે. (તે) અનંતગુણથી ધ્રુવરૂપવસ્તુના કારણ (રૂપ) વસ્તુ છે; ( પણ પોતે ) ધ્રુવરૂપ કાર્ય નથી (અર્થાત્ પર્યાય તે ધ્રુવ દ્રવ્યગુણનું કારણ છે પણ પોતે જ ધ્રુવ દ્રવ્યગુણરૂપ નથી ) ( અહીં ) આ એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com