________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનગુણ સ્વરૂપ
: ૫૯ : (૪) સત્તાસાપેક્ષ સ્વભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક; જેમ કે પર્યાય એક જ સમયમાં ત્રયાત્મક છે.
(૫) કર્મોપાધિ નિરપેક્ષ સ્વભાવ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક; જેમ કે સંસારી જીવોના પર્યાયો સિદ્ધપર્યાયસંદેશ શુદ્ધ છે.
(૬) કર્મોપાધિ સાપેક્ષ વિભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક; જેમ કે સંસારી જીવોને જન્મ-મરણ છે.
-પર્યાયાર્થિક નયના આ છે ભેદ છે.
પૃ. ૪૩ થી શરૂ કરીને અહીં સુધી નૈગમ, સંગ્રહ વ્યવહાર, જાસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, અને અવંભૂત એ સાત નયોનું વર્ણન કર્યું]. આ નયોમાં પહેલા પહેલાનો નય પછીના નયની અપેક્ષાએ વિરુદ્ધ મહાવિષયવાળો છે, અને પછી પછીના નય પહેલા નયની અપેક્ષાએ સૂક્ષ્મ-અલ્પ અનુકૂળ વિષયવાળો છે. [ આ સંબંધી ઘણો સુંદર *ખુલાસો તત્ત્વાર્થરાજવાર્તિક પૃ. ૪૯૩-૪ માં કર્યો છે. ટૂંકમાં તેની સમજણ આ પ્રમાણે – જેમ કે એક પક્ષીનો અવાજ સાંભળીને એક માણસે કહ્યું કે આ નગરમાં પક્ષી બોલે છે-૧, બીજાએ કહ્યું-આ નગરના એક ઝાડ ઊપર પક્ષી બોલે છે-૨, ત્રીજાએ કહ્યું-ઝાડની મોટી ડાળ ઊપર પક્ષી બોલે છે.-૩, ચોથાએ કહ્યું-નાની ડાળી ઊપર પક્ષી બોલે છે-૪, પાંચમાએ કહ્યું-ડાળીના એક ભાગ ઊપર બેસીને પક્ષી બોલે છે–પ, છઠ્ઠીએ કહ્યું-પક્ષી પોતાના શરીરમાં બોલે છે-૬, અને સાતમાએ કહ્યું-પક્ષી પોતાના કંઠમાં બોલે છે-૭, જેમ આ દષ્ટાંતમાં પક્ષીના બોલવાનું સ્થાન પહેલાં મોટું બતાવ્યું છે અને પછી ક્રમે ક્રમે ઓછું થતું જાય છે તેમ નૈગમથી એવંભૂત સુધીના સાત નયમાં પણ સમજવું. નૈગમ નયનો વિષય સૌથી
* આલાપ પદ્ધતિ પૃ.૭૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com