________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર્યાયાર્થિક નયના પ્રકારો
ઋજાસૂત્ર નય કહીએ છીએ - સમયે સમયે જે પરિણતિ થાય તે સૂક્ષ્મ ઋાસૂત્ર (એવો ) ભેદ છે (એન) લાંબા કાળની મર્યાદાવાળો જે સ્થળ પર્યાય થાય તેને સ્થૂળ ઋજાસૂત્ર કહીએ.
દોષરહિત શુદ્ધ શબ્દ કહેવા તેને શબ્દનય કહે છે. જેટલા શબ્દ તેટલા નય.
એક શબ્દના અનેક અર્થોમાંથી એક અર્થ મુખ્ય આરૂઢ થાય તેને સમભિરૂઢ કહીએ, જેમ કે ગો શબ્દના અનેક અર્થો છે, પરંતુ ગાય અર્થને વિષે તે સમભિરૂઢ છે. તે સમભિરૂઢના અનેક ભેદ છે.સાદિરૂઢ, અનાદિરૂઢ, સાર્થકરૂઢ, અસાર્થકરૂઢ, ભેદરૂઢ, અભેદરૂઢ, વિધિરૂઢ, પ્રતિષધ રૂઢ,-ઇત્યાદિ ભેદો છે.
જેવો પદાર્થ હોય તેવું જ તેનું નિરૂપણ કરવું તે એવભૂતનય છે. જેમ કે રૂંવતીતિ ફંદ્ર ન : (અર્થાત્ જે શાસન કરે છે તે ઇદ્ર છે, શક નથી એમ કહેવું ) તે એવભૂત છે.
(હવે) પર્યાયાર્થિક નયના છ ભેદ છે; (તે કહે છે-* ) (૧) અનાદિ નિત્ય પર્યાય, જેમ કે નિત્ય મેરુ આદિ. (૨) સાદિનિત્ય પર્યાય; જેમ કે સિદ્ધ પર્યાય.
(૩) સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયગ્રાહકસ્વભાવ અનિત્ય-શુદ્ધપર્યાયાર્થિક; જેમ કે પર્યાયો સમયે સમયે વિનાશી છે.
* જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૫૯ થી ૬૩; નયચચક પૃ. ૬–૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com