________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૮ :
ચિદ્ર વિલાસ [ આ જ ગ્રંથકર્તાકૃત આત્મ-અવલોકન ગ્રંથમાં વ્યવહારનું વર્ણન કર્યું છે, ત્યાં પ્રથમ એક ગાથા લખીને વ્યવહારના ચાર પ્રકાર જણાવ્યા છે. તે આ પ્રમાણે -
“ पर्यायभावना सर्वे सर्वे भेदकरणा च जोगरक्षणा हि।
स्वभावतोऽन्यथा कथना तं व्यवहार जिनभणितं।।” (૧) પર્યાયના જેટલા ભાવ છે તે સર્વે વ્યવહાર નામ પામે
(૨) જેટલા એકના અનેક ભેદ કરવામાં આવે તે સર્વે વ્યવહાર નામ પામે છે.
(૩) બંધાણું અને છૂટયું-એવા જેટલા ભાવ છે તે સર્વે વ્યવહાર નામ પામે છે. અને
(૪) સ્વભાવથી અન્ય ભાવનું જે કથન છે તે સર્વ વ્યવહાર નામ પામે છે-આવો વ્યવહાર જિનાગમ વિષે કહ્યો છે.”
હવે અહીં વ્યવહારના પ્રકારોનું વિસ્તારથી વર્ણન કરે છે – અહીં જે વિસ્તાર-વર્ણન કર્યું છે તે આત્મ અવલોકનમાં કહેલા ચાર પ્રકારના ક્રમ અનુસાર છે; [ અને એ વર્ણન આત્મઅવલોકનમાં પણ અક્ષરશ: છે].
(૧). આકાશ વિષે સર્વ દ્રવ્યોનું રહેવું, જીવ-પુદ્ગલને ગતિસ્થિતિમાં ધર્મ-અધર્મદ્રવ્યનો સહકાર હોવો; અથવા સર્વ દ્રવ્યોને પરિણામ પરિણમાવવામાં કાળની વર્તનાનો સહકાર હોવો; પુદગલાદિની ગતિવડ કાળ દ્રવ્યના પરિણામ ઉપજાવવા; જ્ઞાન વિષે ય, જ્ઞય વિષે જ્ઞાન, જ્ઞાન દર્શનની એક એક શક્તિ એક એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com