________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નય. : ૪પ : [ હવે દ્રવ્યાર્થિકનયના દશ ભેદોનું વર્ણન કરે છે:- * ]
(૧) પુદ્ગલોનો એક સ્કંધ છે, તેને દ્વિ-અણુકાદિથી નિરપેક્ષ એવા શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી કહેવામાં આવે તો તે સ્કંધમાં જેટલા પરમાણુઓ છે તે સર્વ અવિભાગી પરમાણુની માફક શુદ્ધ છે.
(૨) તે સ્કંધમાં રહેલ બધા પરમાણુઓમાં જો ઉત્પાદ વ્યયની ગૌણતા લઈને સત્તગ્રાહક (શુદ્ધ દ્રવ્યાર્થિક) નય લઈએ તો (તે) સર્વે નિત્ય છે.
(૩) ભેદ કલ્પના નિરપેક્ષ (શુદ્ધ દ્રવ્યાર્થિક) નય લઈએ તો (તે સ્કંધનો દરેક પરમાણુ ) પોતાના ગુણ પર્યાયથી અભેદ છે.
(૪) ૪ સત્તા ગૌણ ઉત્પાદ-વ્યયગ્રાહકનયથી સર્વે પરમાણુ અનિત્ય છે; તે અશુદ્ધ દ્રવ્યાર્થિક (નય) છે.
(૫) દ્ધિ અણુકાદિથી સાપેક્ષ એવા અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી સ્કંધાદિ અશુદ્ધપુદ્ગલદ્રવ્ય કહીએ.
(૬) ભેદ કલ્પના [ સાપેક્ષ] અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ગુણનો ગુણીથી ભેદ કહેવાય છે.
(૭) સ્વદ્રવ્યાદિચતુષ્ટય ગ્રાહક [ દ્રવ્યાર્થિક ] નયથી [ વસ્તુને ] અતિ કહીએ.
(૮) પરદ્રવ્યાદિ [ ચતુષ્ટય] ગ્રાહક [દ્રવ્યાર્થિક ] નયથી નાસ્તિ કહીએ.
* જાઓ, આલાપપદ્ધતિ પૃ. ૫૫ થી ૯૦ અહીં પુગલમાં ઉતાર્યા છે,
આલાપપદ્ધતિમાં જીવમાં ઉતાર્યા છે. ૪ ઉત્પાદવ્યયસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોતાં દ્રવ્ય એક સમયમાં
ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે, (આલાપપદ્ધતિપ્રમાણે )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com