________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૨ :
ચિદ્ર વિલાસ તેનું સમાધાન - અવયશક્તિ યુગપત્ સદા પોતાના સ્વભાવરૂપ રહે છે, તેમાં કોઈ વિશેષ નથી; પોતાના સ્વભાવના ભાવમાં જે દશા છે તે જ છે, (તે) નિર્વિકલ્પ અબાધિત છે. વ્યતિરેક પર્યાય જુદા જુદા (નવા નવા) રૂપ થાય છે તેથી વિશેષ છે. આ વસ્તુની લક્ષણ-શક્તિનાં સામાન્ય-વિશેષ કહ્યાં; સકળ સામાન્ય-વિશેષ જે છે તે આમાં આવી ગયા. (આ સામાન્યવિશેષ ) વસ્તુનું સર્વસ્વ છે. (વસ્તુમાં ) સંજ્ઞા આદિ ભેદ વડે ઘણા ભેદ છે. આ અર્થ-વિચારમાં-અન્વય-વ્યતિરેકમાં સર્વે આવી ગયા. અનંત ગુણો અને દ્રવ્ય અન્વયમાં આવ્યા, પર્યાય વ્યતિરેકમાં આવ્યા; (આ રીતે) દ્રવ્ય-ગુણ-પર્યાય આવી જતાં (તેમાં) સર્વ આવી ગયું. તેથી સ્યાદ્વાદની સિદ્ધિ સામાન્ય-વિશેષ વિના થતી નથી. (જો વસ્તુને) અભેદરૂપ માનો તો, ભેદ વિના ગુણને ન પામે (-ગુણ સિદ્ધ ન થાય) અને ગુણ વિના ગુણીને ન પામે તેથી ભેદઅભેદ બન્નેને માનવાથી વસ્તુની સિદ્ધિ છે. અવક્તવ્યતામાં કાંઈ કહી શકાતું નથી, વચનથી અગોચર છે, જ્ઞાનગમ્યમાં પ્રગટે છે. આ જ સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો સાધી શકાય છે. તેનું થોડુંક વિશેષણ (-વિવેચન) લખીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com