SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સામાન્ય-વિશેષનું સ્વરૂપ સામાન્ય-વિશેષનું સ્વરૂપ લખીએ છીએઃ વસ્તુ' એમ (કહેવું તે) વસ્તુનું સામાન્ય (કથન) છે અને સામાન્યવિશેષાભ વસ્તુ' ૧ (અર્થાત્ વસ્તુ સામાન્ય વિશેષસ્વરૂપ છે)-એમ કહેવું તે વસ્તુનું વિશેષ કથન છે અતિ તે સત્ એમ કહેવું તે સામાન્ય સત્ છે, અને (પરથી) નાસ્તિ-અભાવ ( રૂપ) સત્ એમ કહેવું તે વિશેષ સત્ છે. દેખવામાત્ર દર્શન-એ સામાન્ય દર્શન છે અને સ્વ-પર સકલ શેયોને દેખે તે વિશેષ દર્શન છે. જાણવામાત્ર જ્ઞાન સામાન્ય (જ્ઞાન) છે, સ્વ-પર સકલ જ્ઞયોને જાણે તે જ્ઞાનને વિશેષ કહીએ. આ પ્રમાણે સર્વે ગુણોમાં સામાન્ય-વિશેષ છે. સામાન્ય વિશેષ વડ વસ્તુ પ્રગટે છે; તે કહીએ છીએ:(વસ્તુને) જો સામાન્ય જ કહીએ તો વિશેષ વિના વસ્તુના ગુણો જાણવામાં આવે નહિ, ગુણ વિના વસ્તુ ન જણાય; માટે સામાન્યને વિશેષ પ્રગટ કરે છે, સામાન્ય ન હોય તો વિશેષ ક્યાંથી હોય? વિશેષને સામાન્ય પ્રગટ કરે છે, તેથી સામાન્ય-વિશેષમય વસ્તુ છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સામાન્ય તો અન્વયશક્તિને કહીએ, વિશેષ વ્યતિરેક શક્તિને કહીએ-એમ કહ્યું છે, તે કઈ રીતે છે ? ૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૧૪ ટીકા. આલાપપદ્ધતિ પૃ. ૮૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy