SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૪૦ : ચિદ્ર વિલાસ અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-પર્યાય વગર દ્રવ્ય હોતું નથી, દ્રવ્યની સિદ્ધિ પર્યાયથી છે, પર્યાય વડે અસત્ ઉત્પાદ (છે) તેથી અસત્ ઉત્પાદ વડે સત્ ઉત્પાદ સિદ્ધ થયો! (તેમ જ ) દ્રવ્યથી પર્યાય થાય છે તેથી સત્ ઉત્પાદથી અસઉત્પાદ થયો! (-તો પછી) પર્યાય વડે અસઉત્પાદ, દ્રવ્ય વડે સઉત્પાદ-એમ શા માટે કહો છો? તેનું સમાધાન:- પર્યાય દ્રવ્યનું કારણ છે; દ્રવ્ય પર્યાયનું કારણ છે-એ તો (એક બીજાને) કારણરૂપ છે. પરંતુ પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે. દ્રવ્યનું કાર્ય દ્રવ્યથી જ થાય છે; તેથી પર્યાયથી અસતઉત્પાદ (રૂપ) કાર્ય થાય છે (અને ) દ્રવ્યથી સતઉત્પાદ (રૂપ )–થાય છે. આ કારણ-કાર્ય (નો) ભેદ છે તે વિવેકી પામે છે. દ્રવ્ય-સમુદ્રમાંથી પર્યાય-તરંગ ઊઠે છે ત્યારે આનંદની કેલિમાં મગ્ન થઈને વર્તે છે. પરિણામપ્રવૃત્તિથી દ્રવ્ય-ગુણની પ્રવૃત્તિ છે અને વસ્તુની સ્થિરતા છે, વિશ્રામ છે; આચરણ છે, વેદકતા છે, સુખનો આસ્વાદ છે, ઉત્પાદ-વ્યય છે, પગુણી વૃદ્ધિ-હાનિ છે; પરિણામ જ વસ્તુના ગુણનો પ્રકાશ પ્રગટ કરે છે. ગુણ-ગુણીના વિલાસનો રસ નિર્વિકલ્પ દશામાં આવ્યો છે. એક વસ્તુ અનંત ગુણનો પુંજ છે, વસ્તુમાં ગુણ આવ્યા; વસ્તુ પરિણામ વેદે ત્યારે અનંતગુણ પણ વેદે. તેથી ગુણ-ગુણી બને વેદે. સામાન્યમાં વિશેષ છે, વિશેષમાં સામાન્ય છે. કહ્યું છે કે निर्विशेषं हि सामान्यं भवेत् खरविषाणवत्। सामान्यरहितत्वाच्च विशेषस्तद्वदेव हि।।१।। અર્થ:- ખરેખર વિશેષ વગરનું સામાન્ય ગધેડાના શિંગડા સમાન છે, અને સામાન્ય વિનાનું હોવાથી વિશેષ પણ ગધેડાના શિંગડા સમાન જ છે. ૧. જાઓ, આલાપપદ્ધતિ પૃ. ૧૦૨. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy