________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યનો સઉત્પાદ અને અસઉત્પાદ.*
હવે દ્રવ્યનો સઉત્પાદ અને અસઉત્પાદ બતાવે છે. દ્રવ્યનો આ સસ્વભાવ અનાદિનિધન છે; દ્રવ્ય-ગુણ અન્વયશક્તિવાળાં છે; તે ક્રમવર્તી પર્યાયથી વ્યાપ્ત હોવા છતાં પણ, દ્રવ્યાર્થિકનયથી પોતાની વસ્તુના સત્વડ જેવા છે તેવા ઊપજે છે. પર્યાયની અપેક્ષાએ ઊપજવું એવું છે, પરંતુ અન્વયશક્તિમાં તો જેવા ને તેવા છે, તોપણ લેવામાં આવ્યા છે. પર્યાયશક્તિમાં અસત્ ઉત્પાદ બતાવ્યો છે, કેમકે પર્યાય નવા નવા ઊપજે છે તેથી (તેને અસત્ ઉત્પાદ) કહ્યો છે; પરંતુ તે અન્વયશક્તિથી વ્યાપ્ત છે. (અસત્ ઉત્પાદ) પર્યાયાર્થિકનયથી છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે શું શેય જ્ઞાનવિષે વિણસે છે? ઊપજે છે? (જો શેયો જ્ઞાનવિષે ઊપજે છે એમ કહો તો) ત્યાં અસત્ઉત્પાદ છે, (અને જો જ્ઞયો જ્ઞાનવિષે નથી ઊપજતાં એમ કહો તો ) શેયો જ્ઞાનવિષે ન આવ્યા. શેયના ઊપજવાથી ( જ્ઞાનને) ઊપજ્યું કહો છો કે જ્ઞાનના પર્યાય અપેક્ષાએ તેને ઊપસ્યું કહો છો?
તેનું સમાધાનઃ- દ્રવ્ય વડે સત્ ઉત્પાદ છે, પર્યાયથી અસત્ ઉત્પાદ છે. શેય-જ્ઞાયક, ઉપચાર સંબંધ છે, ઉપચારથી ય જ્ઞાનમાં અને જ્ઞાન જ્ઞયમાં; તેથી વસ્તુત્વથી સત્ ઉત્પાદ છે, પર્યાય વડે અસત્ ઉત્પાદ છે.
* પ્રવચનસાર ગા. ૧૧૧-૨-૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com