SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૩૮ : ચિદ્ વિલાસ અગુરુલઘુ ન રહે તે વસ્તુ હલકી–ભારે થઈને જડ થઈ જાય, તેથી ચિધ્રુવતા ન રહે. બીજો એ દોષ-ક્ષણવર્તી પર્યાય પણ નિત્ય થઈ જાય, એમ થતાં અધ્રુવ પણ ધ્રુવ થઈ જાય. વળી કેવળ ઉત્પાદ જ માનીએ તો બે દોષ લાગે-એક તો ઉત્પાદના કારણ-વ્યયનો અભાવ થાય, વ્યયનો અભાવ થતાં ઉત્પાદનો અભાવ થાય. બીજો દોષ એ-જો અસનો ઉત્પાદ થાય તો આકાશના ફૂલની પણ ઉત્પત્તિ દેખાય પણ એ કલ્પના જૂઠી છે. કેવળ વ્યય જ માનવામાં આવે તો બે દોષ લાગે-એક તો વિનાશનું (–વ્યયનું) કારણ જે ઉત્પાદ તેનો અભાવ થાય, એમ થતાં વિનાશ પણ હોય નહિ; કારણ વગર કાર્ય હોય નહિ, બીજો એ દોષ-સનો ઉચ્છેદ થઈ જાય અને સતનો ઉચ્છેદ થતાં જ્ઞાનાદિ ચેતનાનો નાશ થઈ જાય. માટે (ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ) ત્રિલક્ષણરૂપ વસ્તુ છે.' * જુઓ, પ્રવચનસાર ગા. ૧૦૦ ટકા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy