________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૨ :
ચિહ્ન વિલાસ
દ્રવ્યની પરિણતિ શા માટે કહો છો?
તેનું સમાધાનઃ- દ્રવ્ય સૂક્ષ્મ છે. તે સૂક્ષ્મ ગુણને લીધે છે; દ્રવ્ય સૂક્ષ્મ હોવાથી અનંત ગુણોનો પુંજ તે દ્રવ્ય છે, તેથી સર્વે ગુણો સૂક્ષ્મ થયા; પરંતુ એ (સૂક્ષ્મતારૂપ ) પરિણમનશક્તિ દ્રવ્યથી છે. દ્રવ્ય ગુણલક્ષણરૂપે પરિણમે છે. તેથી ક્રમ-અક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો છે. તેનું સમાધાન ફરીને કરીએ છીએ.
ક્રમના બે ભેદ કહ્યા છે-એક પ્રવાહક્રમ (અને ) એક વિષ્કભક્રમ. પ્રવાહક્રમ એને કહીએ-જેમ અનાદિથી કાળનો સમય પ્રવાહ ચાલ્યો આવે છે તેમ દ્રવ્યમાં સમયે સમયે પરિણામ ઊપજે છે–એવો પ્રવાહ ચાલ્યો આવે છે તેને પ્રવાહક્રમ કહીએ. તે (પ્રવાહક્રમ ) દ્રવ્યના પરિણામ વિષે છે. આ બાબત સિદ્ધાંત પ્રવચનસારજી (ગા. ૯૯) માં કહ્યું છે ત્યાંથી જાણવું વિધ્વંભક્રમ ગુણોનો છે; તે ગુણો પહોળાઈરૂપ (વિસ્તારરૂપ ) છે. પ્રદેશો પહોળાઈરૂપ છે તેને ક્રમથી ગણતાં અસંખ્ય થાય છે; પ્રદેશોનો આ ક્રમ ગુણમાં છે તેથી ( તેને ) વિધ્વંભક્રમ કહીએ; અથવા ગુણક્રમથી કહીએ તો ) દર્શન, જ્ઞાન ઇત્યાદિ સર્વે વિસ્તારને ધરે છે તેથી (તેને ) વિષ્મભક્રમ કહીએ. અહીં પ્રવાહમ દ્રવ્યના પરિણામ વડે છે તેથી ગુણોમાં [તે ] નથી, માટે ગુણ [તે] પરિણતિનો પ્રવાહ નથી, ગુણથી [ તો ] વિસ્તા૨ક્રમ જ કહ્યો છે.
દ્રવ્યની પરિણતિ છે તે સર્વે ગુણોમાં છે. આત્મા જ્ઞાનમય પરિણમે છે, જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે એમ લક્ષ્ય-લક્ષણ ભેદથી તો એક પરિણામમાં ભેદ છે, પરંતુ એવું તો નથી કે જ્ઞાનની પરિણિત જાદી છે ને આત્માની [પરિણતિ ] જુદી છે. એમ માનવાથી [તે બન્નેનું] સત્ત્વ જીદું ઠરે છે, સત્ત્વ જુદું થતાં વસ્તુ અનેક [થઈને ] જાદી જાદી અવસ્થા ધારણ કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com