________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિણમનશક્તિ દ્રવ્યમાં છે
: ૩૩ : વર્તે. એમ થતાં તો વિપર્યય થાય છે, વસ્તુનો અભાવ થાય છે.
ત્યાં પ્રશ્ન ઊપજે છે કે-(ગુણ અને દ્રવ્યની) જાદી પરિણતિ માનવામાં શું દોષ છે? ગુણ (અને) આત્માની અભેદ પરિણતિ માનવાથી તો જ્ઞાન જાણપણારૂપ પરિણમે, દર્શન દેખાવારૂપ પરિણમે એમ કહેવું વૃથા થયું, અભેદમાં ભેદ ઊપજે નહિ, માટે સમાધાન
કરો.
સમાધાનઃ- દ્રવ્યના પરિણામની વૃત્તિ ઊઠતાં, દ્રવ્ય અનંત ગુણનો પુંજ છે તેથી ગુણથી પણ ઊઠી કહીએ; દ્રવ્ય અને ગુણના સર્વ બે નથી, એક છે. (પરિણામ ) દ્રવ્યમય પરિણમતાં ગુણ આવ્યા તેથી ગુણમય પરિણામ છે. આ પ્રકારે એક વસ્તુના પરિણામ નિર્વિકલ્પ છે. જ્ઞાનરૂપ આત્મા પરિણમ્યો તો પરિણામ જાણપણામાં આવ્યા. તેથી જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે એવી વિવેક્ષા છે તે જાણવી.
વસ્તુના પરિણામને સર્વસ્વ કહ્યું છે. તે કઈ રીતે? પરિણામવર્ડ અન્વય સ્વભાવ પમાય છે. જો પરિણામ ન હોય તો અન્વયી દ્રવ્ય ન હોય, અનંત ગુણો પરિણમ્યા વગર દ્રવ્ય ન હોય. તેથી વસ્તુના વેદનમાં સર્વસ્વ પરિણામ તે વેદકતા છે ગુણ પરિણામથી ગુણના આસ્વાદનો લાભ થાય છે; દ્રવ્ય પરિણામથી દ્રવ્યના આસ્વાદનો લાભ થાય છે, કહેવામાં તો લક્ષ્ય-લક્ષણ ભેદ એવો બતાવ્યો છે, કેમ કે લક્ષણ વગર લક્ષ્ય એવું નામ પામે નહિ એ રીતે તો છે, પરંતુ પરમાર્થથી અભેદ નિશ્ચયમાં-નિર્વિકલ્પ વસ્તુમાં દ્વતકલ્પનાનો વિકલ્પ ક્યાં સંભવે છે? એક અભેદ વસ્તુમાં સર્વ સિદ્ધિ છે, જેમ ચંદ્ર અને
૧. પ્રવચનસાર ગુજO પૃ. ૧૯૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com