SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચારિત્રનું સ્વરૂપ હવે ચારિત્રનું કથન કહીએ છીએ – આચરણનું નામ ચારિત્ર છે. (જે) આચરે અથવા જેનાવડે આચરણ કરવામાં આવે તેને ચારિત્ર કહીએ. ચારિત્ર પરિણામવર્ડ વસ્તુને આચરીએ તે ચારિત્ર (છે). ચરણ માત્ર ચારિત્ર છે, આ નિર્વિકલ્પ છે; નિજાચરણ જ છે, પરનો ત્યાગ છે એ પણ ચારિત્રનો ભેદ છે. દ્રવ્ય વિષે સ્થિરતા-વિશ્રામ-આચરણને દ્રવ્યાચરણ કહીએ; ગુણ વિષે સ્થિરતા-વિશ્રામ-આચરણને ગુણાચરણ કહીએ. તેનું વિશેષ કથન કહીએ છીએ - સત્તાગુણ વિષે પરિણામની સ્થિરતા (તે) સત્તાનું ચારિત્ર છે. કોઈ પ્રશ્ન કરે કે સ્થિર (તો) અવિનાશીનું નામ છે. પરિણામની પ્રવૃત્તિ સ્વરૂપમાં આવે તે ચારિત્ર છે, પરિણામ સમય સ્થાયી છે, તો ( સ્થિરપણું ) કઈ રીતે બને? તેનું સમાધાન-જ્ઞાન-દર્શન સ્વરૂપમાં સ્થિરતારૂપે સ્થિતિએવી સ્થિરતાનું નામ પણ ચારિત્ર છે એ ચારિત્ર પરિણામની પ્રવૃત્તિ સ્વરૂપમાં થતાં જ્ઞાન-દર્શનની સ્થિતિ સ્વરૂપમાં થાય છે. પરિણામ વસ્તુને વેદીને સ્વરૂપમાં ઊઠે છે ત્યાં સ્વરૂપનો લાભ થાય છે, પછી તે જ (પરિણામ) વસ્તુમાં લીન થાય છે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy