________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૪ :
ચિદ્ર વિલાસ દર્શન કહીએ. આ કથનમાં, બન્ને સિદ્ધ થયા. નિરાકાર તો વિકલ્પરહિત સ્વરૂપમાત્રના ગ્રહણમાં સિદ્ધ થયું; સર્વદર્શી (7) સર્વ પદાર્થના ગ્રહણમાં સિદ્ધ થયું તેથી આ કથન પ્રમાણ છે.
આ કથનમાં આ વિવક્ષા લેવી કે પોતાનું સ્વરૂપમાત્ર (તે) સ્વ લેવું, તે જ સામાન્ય થયું માટે એ લેવું, અને ગુણપર્યાયના ભેદરૂપ પર કહેતાં નિર્વિકલ્પ સ્વરૂપથી બીજો ભેદ તે જ વિશેષ થયું આવું સામાન્ય-વિશેષ (પણું) સર્વ ભાવોમાં (બધા પદાર્થોમાં) છે. તદાત્મક (સામાન્ય વિશેષાત્મક ) વસ્તુના નિર્વિકલ્પ સ્વરૂપ માત્રનું અવભાસન (તેને) દર્શન કહીએ.
(પૂર્વ જેમ જ્ઞાન વિષે સાત ભેદ કહ્યા હતા તેમ) દર્શન વિષે પણ સાત ભેદ છે, તે કહીએ છીએ:
(૧) (નામ) દર્શન એવું નામ, દેખવાથી પડયું તેથી (દર્શન) તે નામ છે.
(૨) (લક્ષણ-) દેખવામાત્ર લક્ષણ છે. (૩) (ક્ષેત્ર-) અસંખ્યાત પ્રદેશમાં ક્ષેત્ર છે. (૪) (કાળ-) દર્શનની સ્થિતિની મર્યાદાને કાળ કહીએ.
(૫) (સંખ્યા-) વસ્તુરૂપે એક છે, શક્તિ (અને) પર્યાયે અનેક છે, તે સંખ્યા છે.
(૬) (સ્થાન સ્વરૂપ-) (દર્શન) વસ્તુ પોતાના સ્થાનમાં પોતાના સ્વરૂપને ધારીને રહે છે તે સ્થાનસ્વરૂપ છે.
(૭) [ ફળ-] આનંદ (તેનું) ફળ છે, (અથવા) વસ્તુ ભાવવડે આ દર્શનનો શુદ્ધ પ્રકાશ તે જ (તેનું) ફળ છે. વિપક્ષાઓ અનેક છે તે પ્રમાણ છે.
આ રીતે દર્શનનું સંક્ષેપમાત્ર કથન કહ્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com