________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૬ :
ચિહ્ન વિલાસ
ઉત્તર-પરિણામનું કારણ છે. વસ્તુનો-દ્રવ્ય-ગુણનો-આસ્વાદ લઈને (પરિણામ ) વસ્તુમાં લીન થયા ત્યારે વસ્તુનું સર્વસ્વ એનાથી પ્રગટ થયું, વ્યાપકપણાથી વસ્તુના સર્વસ્વની મૂળ સ્થિતિનો નિવાસ વસ્તુ થઈ. તે પણ પરિણામની લીનતામાં જણાઈ ગયું.
તેથી જ્ઞાનદર્શનની શુદ્ધતા પરિણામની શુદ્ધતાથી છે. જેમકે, અભવ્યનાં દર્શન-જ્ઞાન નિશ્ચયથી સિદ્ધસમાન છે, ( પરંતુ ) તેના પરિણામ કદી સુલટા થતા નથી તેથી તેના દર્શન-જ્ઞાન સદા અશુદ્ધ રહે છે; ભવ્યના પરિણામ શુદ્ધ થાય છે તેથી તેના દર્શન-જ્ઞાન પણ શુદ્ધ થાય છે. આ ન્યાયે પરિણામની નિજવૃત્તિ થતાં સ્વભાવગુણરૂપ વસ્તુમાં ઉપયોગની સ્થિરતા તે ચારિત્ર છે.
( પરિણામ ) દ્રવ્યને દ્રવે છે, પરિણામમાં દ્રવત્વ શક્તિ છે તે (દ્રવ્ય-ગુણને ) દ્રવે છે, દ્રવ્યમાં દ્રવ્યત્વ શક્તિ છે (તેથી) તે ગુણપર્યાયોને દ્રવે છે. અને ગુણમાં દ્રવત્વ શક્તિ છે (તેથી ) તે દ્રવ્યપર્યાયોને દ્રવે છે. આ દ્રવત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે. પરિણામ ગુણમાં દ્રવીને વ્યાપે ત્યારે ગુણદ્વાર પરિણતિ થઈ (અને ) તે વખતે ગુણ પોતાના લક્ષણથી પ્રકાશરૂપ થયો. ( પરિણામ દ્રવ્યમાં દ્રવીને વ્યાપે ત્યારે) દ્રવ્યરૂપ પરિણતિ થઈ (અને) તે વખતે દ્રવ્યનું લક્ષણ પ્રગટ થયું; માટે પરિણામ વિના દ્રવતા (દ્રવવાપણું) હોય નહિ, દ્રવ્યા વિના વ્યાપકતા હોય નહિ; તેથી વ્યાપકતા વિના દ્રવ્યનો પ્રવેશ ગુણ-પર્યાયમાં થાય નહિ; તેથી ( દ્રવ્ય-ગુણ-પર્યાયની ) અન્યોન્ય સિદ્ધિ થાય નહિ, માટે અન્યોન્ય સિદ્ધિનું નિમિત્ત પરિણામ સર્વસ્વ છે. પરિણામવડે આત્મામાં જ્ઞાન-દર્શનની સ્થિતિ થઈ તે ચારિત્ર છે; વેદકતા-વિશ્રામ, સ્વરૂપમાં થયો તે વિશ્રામરૂપ ચારિત્ર છે. (તે ચારિત્ર) વસ્તુના-ગુણના સ્વરૂપને આચરણવડે પ્રકટ કરે છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com