SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચિહ્ન વિલાસ : ૧૬ : તેનું સમાધાન આ પ્રમાણે છે: [૧] જે જેટલી વસ્તુ છે તેટલી દ્રવ્ય-પર્યાયરૂપ [છે], જ્ઞાન પણ દ્રવ્ય-પર્યાય રૂપ છે; દ્રવ્યરૂપ નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ, પર્યાય માત્રસ્વજ્ઞેય-૫૨શેયને જાણે છે. શેયના પર્યાય વડે જ્ઞાનનું પર્યાયરૂપ થવા વડે જ્ઞાન જ્ઞેયોના અવલંબને છે. [જે શેયોને જાણવારૂપ પરિણતિ છે તે જ્ઞાનનો પર્યાય છે, તેથી જ્ઞાનનો પર્યાય કહેતાં જ્ઞાન શેયના અવલંબને છે એમ કહેવામાં આવે છે.) અને વસ્તુમાત્ર [ કહેતાં ] પોતાના અવલંબને છે. [૨] જ્ઞાનને પર્યાય માત્ર કહેતાં અનેક છે, વસ્તુ માત્ર [ કહેતાં ] એક છે. [૩] જ્ઞાન પર્યાયમાત્ર [ કહેતાં ] નાસ્તિ છે, વસ્તુમાત્ર [ કહેતાં ] અસ્તિ છે. [૪] [ જ્ઞાન ] પર્યાયમાત્ર [ કહેતાં ] અનિત્ય છે, વસ્તુમાત્ર [ કહેતાં ] નિત્ય છે. આ પ્રમાણે સમાધાન કરવું તે સ્યાદ્વાદ છે, અને એ જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાન વસ્તુ પોતાના અસ્તિત્વપણાથી ચાર ભેદવાળી છે. જ્ઞાનમાત્ર જીવ સ્વદ્રવ્યપણે અસ્તિ, સ્વક્ષેત્રપણે અસ્તિ, સ્વકાળપણે અસ્તિ અને સ્વભાવપણે અસ્તિ [છે], [તે ] ૫૨દ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ, ૫૨ કાળપણે નાસ્તિ ને ૫૨ભાવ પણે નાસ્તિ [છે], જ્ઞાનનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જ્ઞેયમાં નથી. શેયનાં [દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ ] જ્ઞાનમાં નથી. જ્ઞાનના પોતાના નિજ લક્ષણની અપેક્ષાવડે [ અને ] અન્ય ગુણ લક્ષણ નિરપેક્ષતા વડે જ્ઞાનની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy