________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ગુણનું સ્વરૂપ
: ૧૫ : પરંતુ એમ તો નથી, કેમકે જ્ઞાન વિષે એવી સ્વ-પરપ્રકાશકતા પોતાના સહજ ભાવથી છે, તે અશુદ્ધભાવ નથી. અરૂપી આત્મપ્રદેશોનો પ્રકાશ લોક-અલોકના આકારરૂપ થઈને મેચક ઉપયોગ [ અનેકાકાર ઉપયોગ ] થયો છે. આ સંબંધમાં કહ્યું છે કે‘निरुपात्मप्रदेशप्रकाशमानलोकालोकाकारमेचकोपयोगलक्षणा स्वच्छત્વશ9િ:' [ અર્થાત્ અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક [ અર્થાત્ અનેક આકારરૂપ ] એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ છે ].
તે જ સ્વચ્છ [૮] શક્તિ છે, જેમ અરીસામાં જો ઘટ પટ દેખાય તો નિર્મળ છે; અને જો ન દેખાય તો મલિન છે, તેમ જ જ્ઞાનમાં જો સકળ શેય ભાસે તો નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના દ્રવ્ય-પ્રદેશવડ તો શેયમાં જતું નથી-શયમાં તન્મય થતું નથી. જો એ પ્રમાણે તન્મય થઈ જાય તો જ્ઞયાકારોનો નાશ થતાં જ્ઞાનનો વિનાશ થઈ જાય. માટે દ્રવ્યથી [ જ્ઞાનને ] શેય વ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ [એવી] સ્વ-પરપ્રકાશક શક્તિ છે, તે શક્તિની પર્યાયવડે શેયોને જાણે છે.
વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાત્ર છે; તે સંબંધમાં ચાર પ્રશ્નો ઊપજે છે,
[૧] એક તો પ્રશ્ન એ કે જ્ઞાન શેયના અવલંબને છે કે પોતાના અવલંબને છે?
[૨] બીજો પ્રશ્ન એમ કે જ્ઞાન એક છે કે અનેક છે? [૩] ત્રીજો પ્રશ્ન એવો છે કે જ્ઞાન અતિરૂપ છે કે નાસ્તિરૂપ છે? [૪] ચોથો પ્રશ્ન એવો છે કે જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે?*
૧. ગુજરાતી સમયસાર પૃ. ૫૦૪; ૨. સમયસાર કલશ. ૨૫૫-૬. * સમયસાર કલશ
ટીકા પૃ. ૨૮૨ તથા સમયસાર ગુજરાતી પૃ. ૪૮૮ થી ૫OO.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com