SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાન ગુણનું સ્વરૂપ : ૧૭ : સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-પ્રયોજનતા જ્ઞાનમાં છે, અન્યની નથી. અન્ય ગુણોની સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-પ્રયોજનતા અન્ય ગુણોમાં છે. (વળી, તેમાં કોઈ એક વિશેષ ભેદ લખીએ છીએ, તે વિશેષ જ્ઞાનથી વિશેષ સુખ છે, જ્ઞાન [અને] આનંદનું સામીપ્યપણું છે. તેથી જ્ઞાનવિષે સાત ભેદ છે, તે આ પ્રમાણેઃ-૧-નામ, ૨લક્ષણ,-૩-ક્ષેત્ર, ૪-કાળ, ૫-સંખ્યા, ૬-સ્થાનસ્વરૂપ અને ૭-ફળ એ સાત ભેદ કહીએ છીએ: ૧. નામ-જ્ઞાન' એવું નામ શા માટે કહેવું? [ તે કહે છે.] ‘જ્ઞાતીતિ જ્ઞાન' [ અર્થાત્ જે જાણે છે તે જ્ઞાન છે]', એનાવડ જાણવામાં આવે છે તેથી જ્ઞાન કહીએ; જે [ પોતે] જાણે છે [ અથવા] જેના વડે જીવ જાણે છે, તેથી [ તેનું] “જ્ઞાન” નામ છે. ૨. લક્ષણ-જ્ઞાનનું લક્ષણ સામાન્યપણે નિર્વિકલ્પ છે, તે જ સ્વ-પર પ્રકાશક છે. વિશેષ એમ કહીએ છીએ [ક] જો [ જ્ઞાન], કેવળ સ્વવેદ જ [ અર્થાત્ માત્ર પોતાને જ જાણનાર] છે, તે સ્વપર પ્રકાશક નથી તો મહા દૂષણ થાય; સ્વપદની સ્થાપના પરના સ્થાપનથી છે. પરની સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું નથી. માટે સ્વ-પર પ્રકાશક શક્તિ માનવાથી સર્વ સિદ્ધિ છે, આમાં કાંઈ સંદેહ નથી. [ પ્રશ્ન-] જ્ઞાન અનંત ગુણોને જાણે છે, એક દર્શનને પણ તે જાણે છે, દર્શનમાત્રને જાણતું હોવાથી [ ] એકદેશ જ્ઞાન છે કે સર્વદશ જ્ઞાન છે? [૧] [ માત્ર દર્શનને જાણનારા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy