________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૨ :
ચિત્ વિલાસ જ્ઞાનના અને ચાર દર્શનના; (તેમાં) સમ્યકત્વ તો ન લાવ્યા? જો (સમ્યકત્વ) ઉપયોગ નથી તો પ્રધાન કઈ રીતે સંભવે છે?
તેનું સમાધાન આ સમ્યકત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે; કેમકે સર્વ ગુણો સમ્યફ આનાથી છે, સર્વ ગુણોનું અસ્તિત્વપણું આનાથી છે, સર્વ ગુણોનો નિશ્ચય યથાઅવસ્થિતભાવ- (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યકત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવ સ્વરૂપ સમ્યક છે.
જ્ઞાન જાણવામાત્ર પરિણમ્યું. (તે) નિર્વિકલ્પ સભ્ય જ્ઞાન છે. જ્ઞાન શેયોને જાણે છે તે અસદ્દભૂતઉપચરિતનયથી છે.
દર્શન દેખવારૂપ પરિણમ્યું, (તેને) નિર્વિકલ્પ સમ્યક દર્શન કહીએ (દર્શન) જ્ઞયને જુદાં દેખે છે ને પરશેયને જાદાં દેખે છે, તે ભેદ વ્યવહારથી [ ] એમ કહીએ. અસદ્દભૂત ઉપચરિત નથી [ દર્શન] પરને દેખે છે. તે નિર્વિકલ્પરૂપ જ્ઞાન અને દર્શન સમ્યક થયાં તે સમ્યક (૮) ગુણથી સમ્યક થયાં એ રીતે અનંત [ ગુણો] સમ્યક્ થયા તે સમ્યક ગુણની પ્રધાનતાથી થયા.
શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આ જીવ અનાદિથી કેવલજ્ઞાનાદિ અનંત ગુણોને ધારણ કરે છે, પરંતુ જ્યાં સુધી સમ્યક્ ન પ્રગટયું ત્યાં સુધી [તે ગુણો] અશુદ્ધ રહ્યા. [ સ્વ પર્યાયના પુરુષાર્થરૂપ ] કાળ લબ્ધિ* પામીને જ્યારે સમ્યકત્વ થયું ત્યારે સમ્યફની શુદ્ધતાથી તે ગુણો વિમળ થયા તેથી પ્રથમ સમ્યકત્વ ગુણ થયો, પછી બીજા ગુણો થયા; સિદ્ધ ભગવાનના ગુણોમાં પણ
* જાઓ, મોક્ષમાર્ગ પ્રકાશક-“મોક્ષ સાધનમાં પુરુષાર્થની મુખ્યતા પૃ. ૩૧૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com