________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૨૩ :
: ૧૨૩ :
૧૧. વિવેકખ્યાતિ સમાધિ. હવે, વિવેકખ્યાતિ સમાધિ કહીએ છીએ –
પ્રકૃતિ અને પુરુષનું વિવેચન કહેતાં જુદો જુદો ભેદ જાણવા તેને વિવેક કહીએ. બીજા ભેદ મટયા અને શુદ્ધ ચિક્કરિણતિ (તથા) ચૈતન્ય પુરુષ એ બન્નેની પ્રતીતિ (પૂર્વક) જ્ઞાનમાં વિવેક થયો. ચિદ્ પરિણતિ વસ્તુને અને વસ્તુના અનંત ગુણોને વેદનારી છે, ઉત્પાદવ્યય કરે છે, પગુણીવૃદ્ધિ-હાનિ લક્ષણ છે, વસ્તુને વેદીને તે આનંદ ઉપજાવે છે. જેમ સમુદ્રમાં તરંગ ઊપજે તે સમુદ્રભાવને જણાવે છે તેમ (ચિદ્ પરિણતિ) સ્વરૂપને જણાવે છે. સકળ-સર્વસ્વ પરિણતિને પ્રકૃતિ કહીએ અને પુરુષ કહેતાં પરમાત્મા, તેમાંથી પ્રકૃતિ ઊપજે છે. જેમ સમુદ્રમાંથી તરંગ ઊપજે છે તેમ. પુરુષને અનંતગુણધામ, ચિદાનંદ, પરમેશ્વર કહીએ. તે બન્નેનું જ્ઞાનમાં જાણપણું થયું પણ પ્રત્યક્ષ ન થયું વેદવેદકમાં પ્રત્યક્ષ છે પણ સંપૂર્ણ કેવળજ્ઞાન જેવું પ્રત્યક્ષ નથી તેથી સાધક છે, થોડા જ કાળમાં પરમાત્મા થશે-આને વિવેકખ્યાતિ સમાધિ કહીએ. શબ્દ, અર્થ અને જ્ઞાન એવા ત્રણ ભેદ અહીં પણ લગાડવા.
૧૨. ધર્મમેઘ સમાધિ. હવે ધર્મમેઘ સમાધિ કહીએ છીએઃ
ધર્મ કહેતા અનંત ગુણ અથવા નિજધર્મઉપયોગ, તેની વિશુદ્ધતા મેઘની જેમ વધી. જેમ મેઘ વરસે તેમ ઉપયોગમાં આનંદ વધ્યો-વિશુદ્ધતા વધી. ચારિત્ર ઉપયોગમાં અનંત ગુણની શુદ્ધ પ્રતીતિવેદના થઈ. કેવળજ્ઞાનમાં લઈએ તો ત્યાં અનંત ગુણો વ્યક્ત થયા;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com