________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૨૨ :
ચિદ્ર વિલાસ આનંદ આવતો હતો તે ગયો અને સહજાનંદ પ્રગટયો. પરમપદવીની નજીક ભૂમિકા ઉપર આરૂઢ થયો, અહીં જ્યાં વિભાવ મટયો ત્યાં એમ જાણ્યું કે આ મુક્તિધારમાં પ્રવેશ નજીક છે, અવિષ્ણપણે મુક્તિવધુ સાથેનો સંબંધ તથા અતીન્દ્રિય ભોગ થવાનું નજીક જાણ્યુંઆવી (દશાને ) નિરાનંદ-અનુગત સમાધિ કહીએ.
નિરાનંદ એવો શબ્દ, “પર- (ઇન્દ્રિયજનિત) આનંદ રહિત એવો તેનો અર્થ અને તેનું જાણપણું તે જ્ઞાન-એ ત્રણ ભેદ આમાં પણ લગાડવા.
૧૦. નિરસ્મિતા-અનુગત સમાધિ. હવે, નિરસ્મિતા-અનુગત સમાધિ કહીએ છીએ:- વ્રશ્ન: મદં રિમ (અર્થાત્ હું બ્રહ્મ છું )-એવો જે અસ્મિ ભાવ હતો. તે અસ્મિભાવ (હું છું—એવો વિકલ્પ) પણ દૂર થયો, વિકાર અત્યંત મટી ગયો, “અસ્મિ” (-હું -એમ) મેં માન્યું હતું તે પણ મટી ગયું; નિજપદનો જ ખેલ છે, પરનું બળ ન થયું; પરમ સાધક છે, પરમ સાધ્ય સાથે ભેટ થઈ છે, (તે ભેટ) એવી થઈ છે કે મન મળી ગયું. સ્વરૂપમાં પોતે પોતાને જ સ્વસંવેદન વડે જાણ્યો પણ પરમાત્મદશા નજીકમાં નજીક છે. પરમ વિવેક થવાનું.. સોપાન છે. માન વિકાર ગયો ને વિમળ ચારિત્રનો ખેલ થયો, મનની મમતા મટી ને સ્વરૂપમાં એવો હળી-મળી એક મેક થઈ ગયો કે તે આનંદ કેવળીગમ્ય છે, ત્યાં સમાધિમાં સુખના કલ્લોલ ઊઠે છે; દુઃખની ઉપાધિ મટી ગઈ છે, આનંદ-ઘરમાં પહોંચી ગયો છે, રાજ્ય કરવાનું રહ્યું છે, તો હમણાં રાજ્યનો કળશાભિષેક થશે, કેવળજ્ઞાનરૂપી રાજ્યમુકુટ કિનારે ધર્યો છે, સમય નજીક છે, હમણાં જ શિર ઉપર કેવળજ્ઞાન મુકુટ ધારણ કરશે–આ નિરસ્મિતા-અનુગત સમાધિ છે.
શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ભેદ આમાં પણ લગાડવા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com