________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૫ : કર્તા થાય છે, સ્વભાવ કર્મ છે. નિજ પરિણતિવડે પોતે પોતાને સાધે છે, પોતાની પરિણતિ પોતાને સોંપે છે, પોતે [ પોતાને] પોતામાં પોતાથી સ્થાપે છે. પોતાના ભાવનો પોતે આધાર છે. [ એ પ્રમાણે ] પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સારી રીતે વિચારીને સ્થિરતાવડે રાગાદિ વિકારને ન આવવા દે; જેમ જેમ ઉપયોગનું જાણપણું વર્તે તેમ તેમ ધ્યાનની સ્થિરતામાં આનંદ વધે, અને સમાધિસુખ થાય. વીતરાગ પરમાનંદ સમરસીભાવના સ્વસંવેદનને સુખ-સમાધિ કહીએ. દ્રવ્ય દ્રવવાના ભાવરૂપ છે, ગુણ લક્ષણભાવરૂપ છે અને પર્યાય પરિણમનલક્ષણ વડે વેદનાના ભાવરૂપ છે-એ પ્રમાણે વસ્તુ રસનું સર્વસ્વ જણાવાયોગ્ય ભાવ છે તેને સમ્યક પ્રકારે જાણીને સમાધિને સિદ્ધ કરે; તેને પ્રસંજ્ઞાત સમાધિ કહીએ.
આમાં પણ ત્રણ ભેદ છે. પ્રસંશાત [ એવો શબ્દ તે ] શબ્દ છે, [ એ] શબ્દનો જે “સમ્યજ્ઞાનભાવ” તે અર્થ છે અને તેનું [ શબ્દ તથા અર્થનું] જાણપણું તે જ્ઞાન છે.-એ ત્રણે ભેદ અહીં જાણવા જાણનારના મતને જાણી–માનીને તેમાં મહાતરૂપપણે સમાધિ ધારીએ. તે પ્રસંજ્ઞાત (સમાધિ) કહીએ.
૩. વિતર્ક-અનુગત સમાધિ હવે, વિતર્કાનુગત સમાધિ કહીએ છીએ:
દ્રવ્ય શ્રુતવડ વિચાર કરવો તે વિતર્કશ્રત છે. અર્થમાં મન લગાવવું તે ભાવકૃત છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ સમરસીભાવવડ ઉત્પન્ન આનંદ તે ભાવથુત છે. કઈ રીતે? તે કહીએ છીએ. ભાવકૃત અર્થમાં ભાવ [૭]; ત્યાં, દ્રવ્યશ્રુતનો અર્થ એવો છે કે દ્રવ્યશ્રુતમાં જ્યાં ઉપાદેય વસ્તુનું વર્ણન છે ત્યાં અનુપમ આનંદઘન ચિદાત્મા અનંત ચૈતન્ય ચિહ્નના અનુભવનો રસાસ્વાદ બતાવ્યો છે. અનાદિથી મન-ઇન્દ્રિય દ્વારા ચેતનાવિકાર વર્તતો હુતો તે શુભ-અશુભ વિકારથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com