________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧૬ :
ચિદ્ર વિલાસ છોડાવીને શ્રુતવિચારવડે જ્ઞાનાદિ ઉપયોગની પ્રવૃત્તિદ્વારા પોતાનું સ્વરૂપ-પિછાણું. જેમ * દીપકની આડા પાર પડદા હતા, તેમાંથી ત્રણ પડદા દૂર થતાં પ્રકાશ પિછાણ્યો અને તેથી) દીપક છે-અવશ્ય છે [ એમ | પ્રકાશનો અનુભવ થયો. (ચોથો પડદો દૂર થતાં દીપક સાક્ષાત્ પ્રગટ થશે) તેમ (આત્માના ચૈતન્ય પ્રકાશ આડા ચાર કષાયરૂપ ચાર પડદા છે ), ત્રણ કષાય-ચોકડી ગઈ ત્યારે ચેતના પ્રકાશ સ્વજાતિ જ્યોતિનો અનુભવ નિજવેદનથી એવો થયો ત્યારે ચેતના-પ્રકાશનો અનુભવ એવો થયો કે પરમાત્મભાવનો આનંદ આ ભાવશ્રુત-આનંદમાં માનો કે પ્રતીતિરૂપે સંપૂર્ણ પ્રાપ્ત થયો છે. [ જ્યારે ] ચોથો પડદો જશે ત્યારે કૃતકૃત્ય પરમાત્મા થઈ નિવડશે. અનુભવના પ્રકાશની જાત તો તે જ છે, અન્ય નથી.
કોઈ એવી વિતર્કણા કરે છે કે-વિશેષ લક્ષણ અવયવને જાણનારું જ્ઞાન છે અને સામાન્ય-વિશેષરૂપ પદાર્થના નિર્વિકલ્પ સત્તામાત્ર અવલોકનરૂપ દર્શન છે; જ્ઞાન છે તે દર્શનને જાણે છે તો ત્યાં જ્ઞાનમાં સામાન્ય અવલોકન કઈ રીતે થયું? અને દર્શન છે તે જ્ઞાનને પણ દેખે છે, જ્ઞાન દર્શનને જાણે છે, [ ત્યાં] દર્શન તો સામાન્ય છે, તે સામાન્યને જાણતાં સામાન્યનું જ્ઞાન થયું તો ત્યાં વિશેષ જાણવું કઈ રીતે થયું?
તેનું સમાધાન - ચિપ્રકાશમાં આ પ્રમાણે સિદ્ધ થાય છે. જ્ઞાને દર્શનના સર્વ પ્રદેશ જાણ્યા, દર્શનનું સ્વ-પર દેખવાપણું સર્વ જાણું. દર્શનનું લક્ષણ, સંજ્ઞાદિ ભેદ, દ્રવ્ય-ક્ષેત્રાદિ ભેદ એ સર્વને જ્ઞાન જાણે છે એટલે દર્શનના વિશેષને જ્ઞાન જાણે છે. અને જ્ઞાનને દર્શન કઈ રીતે દેખે છે? તેનું સમાધાન- “ જાણવું” તે જ્ઞાનનું સામાન્ય (લક્ષણ) અને “સ્વ-પરને જાણવું' તે જ્ઞાનનું વિશેષ ( લક્ષણ )-એ બન્ને લક્ષણમય જ્ઞાન છે | તે] જ્ઞાન સંજ્ઞાદિ
* જુઓ, અનુભવપ્રકાશ ગુજ. આવૃત્તિ બીજી. પૃ. ૧૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com