________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧૪ :
ચિદ્ર વિલાસ અર્થઆગમ, અર્થઆગમવડે જ્ઞાન આગમ- [ એમ ] શ્રી જિનાગમમાં કહ્યું છે.
કોઈ કહે કે “શબ્દ”-(શબ્દ-લયસમાધિ એવો ભેદ) શા માટે કહ્યો?
તેનું સમાધાનઃ- શુક્લધ્યાનના ભેદમાં શબ્દથી શબ્દાંતર બતાવ્યું છે તે રીતે [અહીં] જાણવું. જ્યાં, દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારધારા વસ્તુમાં લીન થવું (તે અર્થ-લયસમાધિ છે); જ્ઞાનમાં પરિણામ આવ્યા (તો) ત્યાં જ લીન થયા, દર્શનમાં પરિણામ આવ્યા (તો) ત્યાં જ લીન થયા. લયસમાધિના વિકલ્પ-ભેદને મટાડીને નિજમાં વિશ્રામ, આચરણ, સ્થિરતા, જ્ઞાયકતા વર્તે છે. જે જે ઇંદ્રિયવિષય પરિણામવડ ઇંદ્રિય-ઉપયોગ નામ ધાર્યું હતું અને સંકલ્પવિકલ્પ રૂપ મન ઉપયોગ નામ પામ્યું હતું તે ઉપયોગ છૂટતાં બુદ્ધિ દ્વારા જ્ઞાન ઉપયોગ ઊપજે. તે [ ઇંદ્રિય-ઉપયોગ અને સંકલ્પવિકલ્પરૂપ મન-ઉપયોગરૂપ] જાણપણું બુદ્ધિથી જાદું છે. જ્ઞાન, જ્ઞાનપરિણતિવડ જ્ઞાનને વેદતાં આનંદ પામે છે અને લીન થતાં સ્વરૂપમાં તાદામ્ય હોય છે. જ્યાં જ્યાં પરિણામ વિચરે ત્યાં ત્યાં શ્રદ્ધા કરે અને લીન થાય. માટે જ્યારે દ્રવ્ય-ગુણમાં પરિણામ વિચરે ત્યારે ત્યાં શ્રદ્ધા કરીને લીન થાય, તેને લયસમાધિ કહીએ.
૨. પ્રસંજ્ઞાત સમાધિ. હવે પ્રસંશાત સમાધિનો ભેદ કહીએ છીએ:
સમ્યકત્વને જાણે અને ઉપયોગ વિષે એવો ભાવ ભાવે કે ચેતનાનો પ્રકાશ અનંત છે, પરંતુ [તેમાં] દર્શન-જ્ઞાન-ચારિત્ર મુખ્ય છે; મારી દષ્ટાશક્તિ નિર્વિકલ્પ ઊઠે છે, જ્ઞાનશક્તિ વિશેષને જાણે છે, ચારિત્ર પરિણામ વડે વસ્તુને અવલંબીને-વેદીને-વિશ્રામ કરીને આચરીને સ્થિરતાને ધારણ કરે છે. પોતે પોતાના સ્વભાવકર્મને કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com