________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૩ :
એક પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે, જેમ માદક સામગ્રીના સમવાયથી મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ચા૨ ભૂતના સમવાયથી ચૈતન્યશક્તિ ઊપજે છે; અદશ્ય સુખનો ત્યાગ અને દશ્ય સુખનો ભોગ તે જ પુરુષાર્થ છે. [ એમ તે માને છે.]
–આ પ્રમાણે બધા ભેદનો નિર્ણય કરે પરંતુ [તે ] સમાધિ નથી. સમાધિના તેર ભેદ છે તે કહીએ છીએ:
૧. લય, ૨. પ્રસંશાત, ૩. વિતર્ક-અનુગત, ૪. વિચાર-અનુગત, ૫. આનંદ-અનુગત, ૬. અસ્મિતાઅનુગત, ૭. નિર્વિતર્ક-અનુગત, ૮. નિર્વિચાર-અનુગત, ૯. નિરાનંદ-અનુગત, ૧૦. નિરસ્મિતાઅનુગત, ૧૧. વિવેકખ્યાતિ, ૧૨. ધર્મમેઘ અને ૧૩. અસંપ્રજ્ઞાત-એ તેર જ સમાધિના ભેદ છે. તેમાં અસંપ્રજ્ઞાતના બે ભેદ છે-એક પ્રકૃતિલય અને બીજો પુરુષલય, [હવે એ તેર સમાધિનું સ્વરૂપ કહે છે ].
૧. લયસમાધિ ત્ર પ્રથમ લય સમાધિ કહીએ છીએ:
લય એટલે પરિણામોની લીનતા; નિજ વસ્તુ વિષે પરિણામ વર્તે એટલે રાગ-દ્વેષ-મોહ મટાડીને દર્શન-જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપને પ્રતીતિમાં અનુભવે. ( પહેલાં ) જેમ દેહમાં પોતાપણાની બુદ્ધિ હતી તેમ હવે આત્મામાં બુદ્ધિ ધરી; જ્યાંસુધી સ્વરૂપમાંથી તે બુદ્ધિ ન ખસે ત્યાં સુધી પોતામાં લીનતા છે, તેને (લય) સમાધિ કહે છે. ‘લય’ના ત્રણ ભેદ છે-શબ્દ, અર્થ અને જ્ઞાન. લય [ એવું પદ તે ] શબ્દ થયો, પોતામાં પરિણામની લીનતા' તે અર્થ થયો,' અને શબ્દ તથા અર્થનું જાણપણું તે જ્ઞાન થયું. ત્રણે ભેદ લયસમાધિના છે. શબ્દ આગમવડે
"
* જીઓ અનુભવપ્રકાશમાં સમાધિવર્ણન.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com