________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
ચિંતાનિરોધ, એકાગ્રતા વડે સમાધિ થાય છે; તે જ [ અહીં ] લખીએ છીએ:
સમાધિ કહીએ [છીએ ] :- રાગાદિ વિકલ્પરહિત સ્વરૂપ વિષે નિર્વિઘ્ન સ્થિરતાથી વસ્તુ રસાસ્વાદ વડે સ્વરૂપનો અનુભવ સ્વસંવેદનજ્ઞાનદ્વારા થયો તેને સમાધિ કહીએ.
કોઈ એક તો સમાધિ આ પ્રમાણે કહે છે:- શ્વાસ-ઉશ્વાસ પવન છે, તેને અંતમાં પૂરે તેને પૂરક કહીએ. પછી કુંભની જેમ ભરે અને ભરીને થંભાવી રાખે તેને કુંભક કહીએ. પછી ધીરે ધીરે તેને બહાર કાઢે તેને રેચક કહીએ; * પાંચ ઘડીનું કુંભક કરે તેને ધારણા કહીએ, સાઠ ઘડીનું કુંભક કરે તેને ધ્યાન કહે છે, તેથી આગળ કુંભક કરે તેને સમાધિ કહે છે. તે આ કારણે સમાધિ છે કેમકે તેનાથી મનનો જય થાય છે, મનનો જય કરવાથી રાગ-દ્વેષમોહ મટે છે અને રાગ-દ્વેષ-મોહ મટતાં સમાધિ લાગે છે. સ્થિર મન હોય તો નિજ ગુણરત્ન પામીએ, માટે [ સમાધિ ] કારણ છે.
કોઈ ન્યાયવાદી ન્યાયના બળથી છએ મતનો નિર્ણય કરે છે, ત્યાં સમાધિ નથી [ પણ ] વિકલ્પનો હેતુ છે.
[તે છ મતમાંથી ] જૈન મતમાં અરિહંત દેવ છે; જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એ સાત તત્ત્વો છે, પ્રત્યક્ષ
* જીઓ, જ્ઞાનાર્ણવ પૃ. ૨૮૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com