________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૧ :
અને પરોક્ષ એ બે પ્રમાણ છે, નિત્ય-અનિત્ય આદિ અનેકાંતવાદ છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે અને સર્વ કર્મોનો ક્ષય તે મોક્ષ છે.
*
નૈયાયિક મતમાં જે જટાધારી, તેનો [મતમાં] ઈશ્વર દેવ છે; પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન-એ સોળ તત્ત્વો છે; પ્રત્યક્ષ, ઉપમા, અનુમાન અને શબ્દ એ ચાર પ્રમાણ છે, નિત્યપણું વગેરે એકાંતવાદ છે; દુ:ખ, જન્મ, વૃત્તિ દોષ અને મિથ્યાજ્ઞાનનો ઉત્તરોત્તર નાશ તે મોક્ષમાર્ગ છે; છ ઇંદ્રિય, છ વિષય, છ બુદ્ધિ તથા શરીર, સુખ અને દુઃખ એ પ્રમાણે એકવીશ દુઃખનો અત્યંત ઉચ્છેદ તેને મોક્ષ માને છે.
હવે બૌદ્ધમત [વિષે ] કહે છે. બૌદ્ધ ૨ક્ત વસ્ત્રધારી છે, તેના મતમાં બુદ્ધ દેવ છે, દુ:ખ, સમુદાય, નિરોધ અને મોક્ષમાર્ગ એ ચાર તત્ત્વ છે, પ્રત્યક્ષ અને અનુમાન-એ બે પ્રમાણ છે, ક્ષણિક એકાંતવાદ છે, સર્વ ક્ષણિક છે, સર્વ નૈરાત્મ્યવાસના [સર્વમાં આત્મવાસનાનો ત્યાગ ] તે મોક્ષમાર્ગ છે, વાસના, ક્લેશનો નાશ તથા જ્ઞાનનો નાશ તે મોક્ષ છે.
હવે શિવમત [ સંબંધી ] કહે છે. શિવમતમાં [વૈશેષિકમતમાં ] શિવ દેવ છે; દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ તત્ત્વ છે; પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ છે, [ભેદ એકાંત ] વાદ છે. મોક્ષમાર્ગ નૈયાયિકની સમાન છે; બુદ્ધિ, સુખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ નવનો અત્યંત નાશ તે મોક્ષ છે.
* જીઓ મોક્ષમાર્ગપ્રકાશક અધ્યાય ૫. ગુજ. આવૃત્તિ ૧, પૃ. ૧૨૯ થી ૧૪૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com