________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧O :
ચિદ્ર વિલાસ સેવા કર, ત્યારે પોતાથી જ તને યાદ પણ રહેશે, તું સુખી થશે, અયાચી (અયાચક, સ્વાધીન) મહિમા લહીશ અને તું પ્રભુ થઈ જઈશ. આ જે છ દ્રવ્યો છે તેમાં ચેતન રાજા છે. (ચેતન સિવાયના અન્ય) તે પાંચ દ્રવ્યોમાં તો તું ન અટક. તારો મહિમા બહુ જ ઊંચો છે. જે નોકર્મ (રૂપ) વસતી વસે છે તે તારાથી જ (ચેતન રાજાથી જ) વસતી જેવી લાગે છે. અને આઠ કર્મને દેખ, તે પણ પુદગલ દ્રવ્યની જાતિ છે, પોતાનું અંગ નથી. (કર્મ વગેરે) પૌગલિક જાતિની જે જે સંજ્ઞા છે, તે જ તે જ જાતિની સંજ્ઞા ચેતનપરિણામમાં ધરી છે; તે સ્વભાવ નથી, તે પર કલિત [ –પર સાથે યુક્ત] ભાવ છે. માટે નિજ ચેતનાએ [ પરભાવનો જે] જૂઠો સ્વાંગ ધર્યો છે તે પરભાવ [ રૂપી] સ્વાંગને દૂર કર. તેને દૂર કરતાં જ [૮] પ્રત્યક્ષ સાક્ષાત્ સ્વભાવ-સન્મુખ સ્થિર થઈશ-વિશ્રામ પામીશ અને વચનાતીત મહિમાને પામીશ. [ એ પ્રમાણે પોતાના સ્વભાવને પ્રાપ્ત કર્યા પછી], પર-નીચ પરિણામને ધારણ કરવા છતાં પણ ચેતનરાજાને ઠીક કર્યો છે [ઓળખી લીધો છે] તેથી તે નીચ સંબંધમાં તું ઠગાશે નહિ. [ એ રીતે] વધતાં વધતાં પરમપદને પામીશ, અને ત્રણે લોકમાં તારી દુહાઈ વર્તાવીશ [ –ફેલાશે.)
-એ પ્રમાણે ગુરુવચન સાંભળીને જ્ઞાતા પોતાની ચેતનાશક્તિને ગ્રહે છે. [ અને પરમાં] જ્યાં જ્યાં દેખે છે ત્યાં ત્યાં જડનો નમૂનો છે, અનુપમ જ્ઞાનજ્યોતિ તે પોતાનું પદ છે. સ્વરૂપ પ્રકાશવર્ડ અનાદિ વિભાવનો વિનાશ થાય છે. પોતાના સ્વરૂપમાંથી દર્શન-જ્ઞાનનો પ્રકાશ ઊઠે છે, તે [ દર્શન-જ્ઞાન] પર પદને દેખીજાણીને અશુદ્ધ થાય છે. અહીં એટલું વિશેષ છે કે જ્યાં રાગાદિ પરિણામરૂપે દેખવું-જાણવું છે ત્યાં વિશેષ અશુદ્ધતા છે [અને] સામાન્ય પદની દશાથી દેખ-જાણે છે ત્યાં સામાન્ય અશુદ્ધતા છે.
ચોથા ગુણસ્થાનવાળાને એકદેશ ઉપયોગની સંભાળ થઈ છે, ત્યાં,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com