________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનંત સંસાર કેમ મટે ? : ૧૦૫ : રીને સ્વરૂપની સ્થિરતા-વિશ્રામ-આચરણ કરવાં. અનંત ગુણમાં ઉપયોગ લગાડવો. મનદ્વારા ઉપયોગ ચંચળ (થાય) છે તે ચંચળતાને રોકવાથી ચિદાનંદ ઉઘડે છે-જ્ઞાનનયન ખૂલે છે. અનંતગુણમાં મન લાગે ત્યારે ઉપયોગ અનંતગુણમાં અટકે છે, અને ત્યારે વિશુદ્ધ થાય છે; પ્રતીતિવડ રસાસ્વાદ ઊપજે છે, તેમાં મગ્ન થઈને રહેવું. પરિણામને વસ્તુની અનંતશક્તિમાં સ્થિર કરવા*. આ જીવના પરિણામ પરભાવોનું જ અવલંબન કરીને (તેને) સેવ્યા કરે છે, ત્યાં, તે ભાવોને જ સેવતાં, (પરભાવરૂપ) પરિણામભાવને જ નિજ પરિણામ સ્વભાવપણે દેખે છે, જાણે છે, સેવે છે; પરને નિજસ્વરૂપ ઠીક કરીને [ માનીને ] રાખે છે. એને એ જ પ્રમાણે અનાદિથી કરતાં આ જીવના પરિણામની અવસ્થા ઘણા કાળ સુધી વીતી; પણ [0] કાળ પામીને ભવ્યતા પરિપકવ થઈ ત્યારે શ્રીગુરુના ઉપદેશરૂપ કારણ પામ્યો. તે ગુરુએ એમ ઉપદેશ કર્યો કે-[ હું ભવ્ય! તું] પરિણામવડ પરની સેવા કરી કરીને નીચ એવા પરને ઉચ્ચ એવા સ્વપણે દેખે છે. એ પર (અને) નીચ છે (તેનામાં) સ્વ (પણું ) કે ઉચ્ચપણું નથી [તે પર વસ્તુઓ] તને માત્ર પણ કાંઈ દઈ શકતી નથી. તે મને દે છે એમ તું જાડું જ માની રહ્યો છે. એ તો નીચ [ અને] પર છે, તું તે નીચને સ્વ-પણે અને ઉચ્ચપણે માનીને બહુ જ નીચ થયો છે.
હે ભવ્ય ! પરિણામમાં જે કાંઈ નિજ ઉચ્ચપણું છે તેને તે [કદી] દેખ્યું નથી, જાણ્યું નથી ને સેવ્યું નથી, તેથી તેને તું ક્યાંથી યાદ રાખે ? વળી, જો હવે તે સ્વભાવને (૮) દેખ, જાણ અને તેની
* આત્માવલોકનમાં રાજાનું દષ્ટાંત આપીને આ પ્રકરણ વિસ્તારથી સમજાવ્યું છે. જાઓ પૃ. ૧૬૭ થી ૧૮૧. અહીં સ્વદ્રવ્યનું ઉપાદેયપણું બતાવવા તેને ઉચ્ચ કહ્યું છે ને પર દ્રવ્યનું હેયપણું બતાવવા તેને નીચ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com