________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાતાના વિચાર
: ૧૦૩ : જેમ વાદળની ઘટામાં સૂર્ય છુપાયો છે, પરંતુ છૂપાયેલો પણ પ્રકાશ ધરે છે. રાત્રિની જેમ અંધારૂં નથી; તેમ આત્મા કર્મઘટામાં છુપાયો છે, તો પણ [ તેનાં] દર્શન-જ્ઞાન પ્રકાશ કરે છે, નેત્રદ્વારા દર્શન પ્રકાશ કરે છે, તથા ઈન્દ્રિયદ્વારા (અને) મન દ્વારા ( જ્ઞાન ) કરે છે–જાણે છે; અચેતનની જેમ જડ નથી. આવું સ્વરૂપ પરમ ગુપ્ત છે તો પણ જ્ઞાતા તેને પ્રગટ દેખે છે.
જે બંધરૂપથી મુક્ત થવા ચાહે, તે કેવી રીતે શુદ્ધ થાય? (તે કહીએ છીએ):- જે પોતાની ચેતના પ્રકાશ શક્તિ ઉપયોગવડ પ્રગટ છે તેને પ્રતીતિમાં લાવે. પાણીના તરંગની જેમ બડબડિયાં ( – વિકલ્પ) થાય છે તો થાઓ, પણ પરિણામ દર્શન-જ્ઞાનમાં ડૂબતાં નિજ સમુદ્રમાં મળે (અને સ્વભાવનો) મહિમા પ્રગટ કરે. પરમાં પરિણામને લીન કરે છે પરંતુ (પર) વસ્તુ તો જુદી છે, તે છૂટી જાય છે, ખેદ થાય, મેલા થાય ત્યાં પરિણામ ન ગોપવવા, સ્વરૂપમાં લગાડવા અશુદ્ધ જ્ઞાનમાં પણ જાણપણું તો ન ગયું, તે જાણપણા તરફ જોતાં, નિજ જ્ઞાન જાતિ છે, એવી ભાવનામાં નિજ રસાસ્વાદ આવે છે. આ વાત કંઈ કહેવા માત્ર નથી, ચાખવામાં (અનુભવમાં ) સ્વાદ છે; ( એ સ્વાદ ) જેણે ચાખ્યો તે જાણે છે, લખાણમાં (તે) આવતો નથી. આ તરફ બાહ્યમાં દેખી દેખીને અંતરને વિસર્યો છે તેથી જ ચોરાશીમાં લોટે (-ભટક) છે. જેમ *લોટનજડીને દેખી દેખીને બિલાડી લોટે છે, તેમ બાહ્યમાં દેખી દેખીને જીવ ભટકે છે. જે બાહ્યમાં દેખવાનું છોડે તો લોટવાનું છૂટે; માટે પર દર્શન મટાડી નિજ અવલોકનવડે આ મુક્તપદ છે, અનુભવ છે, અનંત સુખ (રૂપ) ચિદ્વિલાસનો પ્રકાશ છે.
૧, આત્માવલોકન પૃ. ૫૦, ૫૮, અનુભવપ્રકાશ ગુજO બીજી આવૃત્તિ પૃ. ૨૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com