________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય : ૯૯ : ૫. પરતની ઇચ્છા મટાડીને નિજ પ્રતાપ પ્રગટ કરે, ૬. વિદ્યાવડ જિનમતનો પ્રભાવ કરે, જ્ઞાનવડ સ્વરૂપનો પ્રભાવ કરે,
૭. સ્વરૂપાનંદીનું વચનવડે હિત કરે, સંઘની સ્થિરતા કરે, જેના વડે સ્વરૂપની સિદ્ધિ થાય તેને સિદ્ધ કહીએ.
૮. કવિ સ્વરૂપ સંબંધી રચના રચે, પરમાર્થને પામે, પ્રભાવના કરે.
આ આઠ (ભેદો) વડે જિનધર્મનો-સ્વરૂપનો પ્રભાવ વધે એમ કરે. એ અનુભવીનું લક્ષણ છે,
(૩૪-૩૯) હુવે છે ભાવના કહે છે
૧. મૂળભાવના, ૨. દ્વારભાવના, ૩. પ્રતિષ્ઠાભાવના, ૪. નિધાનભાવના, ૫. આધારભાવના અને ૬. ભાજનભાવના. (તેનો ખુલાસો કરે છે) :
૧. (મૂળભાવના)-સમ્યકત્વ-સ્વરૂપ-અનુભવ તે સકળ નિજધર્મમૂળ-શિવમૂળ છે. જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યકત્વ છે એમ ભાવે.
૨. (દ્વારભાવના)-ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યકત્વદ્વાર છે. ૩. (પ્રતિષ્ઠાભાવના)-વ્રત-તપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યકત્વથી છે. ૪. (નિધાનભાવના)–અનંત સુખ દેવાને નિધાન સમ્યકત્વ છે. ૫. (આધારભાવના)-નિજગુણોનો આધાર સમ્યકત્વ છે. ૬. (ભાજનભાવના)-સર્વે ગુણોનું ભાજન સમ્યક્ત્વ છે. (આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે. (૪૦-૪૪) હવે સમ્યકત્વનાં પાંચ ભૂષણ લખીએ છીએ
૧. કૌશલ્યતા, ૨. તીર્થસેવા, ૩. ભક્તિ, ૪. સ્થિરતા (અને ) ૫. પ્રભાવના. (તેનો ખુલાસો કરે છે ) :
૧. (કૌશલ્યતા)-પરમાત્મભક્તિ, પરંપરિણામ (અને) પાપપરિત્યાગ (રૂપ) સ્વરૂપ, ભાવસંવર અને શુદ્ધ ભાવપોષક ક્રિયાને કૌશલ્યતા કહીએ.
૧. જુઓ, વંસળમૂનો ધમ્મો-દર્શનપ્રાભૃત-૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com