________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચિદ્ર વિલાસ
૨. (તીર્થસેવા ) અનુભવી વીતરાગ સત્પુરુષોના સંગને તીર્થસેવા કહીએ.
: ૧૦૦ :
૩. ( ભક્તિ )–જિનસાધુ ( અને ) સ્વધર્મીની આદરતા વડે (તેમનો ) મહિમા વધારવો તેને ભક્તિ કહીએ.
૪. (સ્થિરતા )–સમ્યક્ત્વભાવની દઢતા તે સ્થિરતા છે. ૫. (પ્રભાવના )–પૂજા-પ્રભાવ કરવો તે પ્રભાવના છે. એ ભૂષણ સમ્યક્ત્વનાં છે.
(૪૫-૪૯) સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ છે, તે કયા કયા ? ( તે કહે છે ) :
૧. ઉપશમ. ૨. સંવેગ, ૩ નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિકય. તે કહીએ છીએ:
૧. ( ઉપશમ )–રાગ દ્વેષને મટાડીને સ્વરૂપને ભેટવું તે ઉપશમ છે. ૨. (સંવેગ )–નિજધર્મ તથા જિનધર્મ પ્રત્યે રાગ તે સંવેગ છે. ૩. (નિર્વેદ )–વૈરાગ્ય ભાવ તે નિર્વેદ છે.
૪. ( અનુકંપા ) સ્વદયા-પરદયા તે અનુકંપા છે.
૫.
( આસ્તિકય )–સ્વરૂપની (તેમ જ ) જિનવચનોની પ્રતીતિ તે આસ્તિકય છે.
-એ અનુભવીનાં લક્ષણો છે.
(૫૦-૫૫ ) હવે છ જૈનસાર લખીએ છીએ
૧. વંદના, ૨. નમસ્કાર, ૩. દાન, ૪. અનુપ્રયાણ, પ. આલાપ (અને ) ૬. સંલાપ.
૧. ( વંદના )પરતીર્થ, પરદેવ (અને ) પરચૈત્ય-તેમને વંદના ન કરે; ૨. ( નમસ્કા૨ ) ( તેમની ) પૂજા કે નમસ્કાર ન કરે; ૩. (દાન )–(તેમને ) દાન ન કરે,
૪. ( અનુપ્રયાણ )–અનુપ્રયાણ કહેતાં ખાન-પાનથી અધિક ન કરે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com