________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૯૮ :
ચિદ્ર વિલાસ ૩. ( જિનગુરૂવૈયાવૃત્ય)–જિનગુરુ દ્વારા જ્ઞાન-આનંદ પામીએ છીએ, માટે તેમની વૈયાવૃત્ય-સેવા-સ્થિરતા કરે તે જિનગુરુવૈયાવૃત્ય ત્રીજનું ચિહ્ન કહીએ. એ ચિહ્ન અનુભવીનાં છે.
[૮-૧૭] હવે દશ વિનયના ભેદ કહીએ છીએ
૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. આચાર્ય, ૪. ઉપાધ્યાય, ૫. સાધુ, ૬. પ્રતિમા, ૭. શ્રુત, ૮. ધર્મ, ૯. ચાર પ્રકારના સંઘ અને ૧૦. સમ્યકત્વ-આ દશનો વિનય કરે; તે વડે સ્વરૂપની ભાવના થાય છે.
[૧૮-૨૦] હવે ત્રણ શુદ્ધિ કહીએ છીએ
મન-વચન-કાય શુદ્ધ કરીને સ્વરૂપ ભાવે, અને સ્વરૂપભાવી પુરુષોમાં એ ત્રણે લગાવે; સ્વરૂપને નિઃશંક-નિઃસંદેહપણે ગ્રહે.
(૨૧-૨૫) હવે, પાંચ દોષનો ત્યાગ કહે છે૧. સર્વજ્ઞ-વચનને નિઃસંદેહપણે માને; ૨. મિથ્યામતની અભિલાષા ન કરે; પર-દ્વતને ન ઇચ્છે. ૩. પવિત્ર સ્વરૂપને ગ્રહે, પર ઊપર ગ્લાનિ ન કરે. ૪. મિથ્યાત્વી પરગ્રાહી દ્વતની મનવડે પ્રશંસા ન કરે. તેમજ ૫. વચન વડ (તે મિથ્યાત્વીના ) ગુણ ન કર્યું. (ર૬-૩૩) હવે, સમ્યકત્વની પ્રભાવનાના આઠ ભેદ કહે છે
તેના આઠ ભેદ-૧. પવયણી (અર્થાત્ સિદ્ધાંતને જાણનાર) ૨. ધર્મકથા, ૩. વાદી, ૪. નિમિત્ત, ૫. તપસી, ૬. વિધાવાન, ૭. સિદ્ધ, ૮. કવિ. તે હવે કહીએ છીએ
૧. સિદ્ધાંતમાં સ્વરૂપને ઉપાદેય કહે, ૨. જિનધર્મનું કથન કહે, ૩. હુઠવડે દ્વૈતનો આગ્રહ હોય તે છોડાવે અને મિથ્યાવાદ મટાડે,
૪. સ્વરૂપ પામવામાં નિમિત્ત જિનવાણી, ગુરુ તથા સ્વધર્મી છે અને નિજ વિચાર છે; નિમિત્તપણે જે ધર્મજ્ઞ છે તેમનું હિત કહે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com