________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય : ૯૭ : મારા સ્વરૂપમાં શેયાકાર થાય છે, પર શેયરૂપ થતો નથી; (મારી) જ્ઞાનશક્તિ અવિકારરૂપ અખંડિત રહે છે. શેયોનું અવલંબન કરે છે. (પણ) નિશ્ચયથી પર શેયોને સ્પર્શતું નથી; (ઉપયોગ) પરને દેખતો (હોવા) છતાં અણદેખતો છે, પરાચરણ કરવા છતાં અકર્તા છે એવા ઉપયોગના પ્રતીતિભાવને શ્રદ્ધા છે. અજીવાદિ પદાર્થોને હેય જાણીને શ્રદ્ધા કરે છે. વારંવાર ભેદજ્ઞાન વડે સ્વરૂપચિંતન કરીને સ્વરૂપની શ્રદ્ધા થઈ, તેનું નામ પરમાર્થસસ્તવ કહીએ.
૨. (મુનિતપરમાર્થી-જિનાગમ-દ્રવ્યસૂત્ર-દ્વારા અર્થને જાણીને જ્ઞાનજ્યોતિનો અનુભવ થયો, તેને મુનિતપરમાર્થ કહીએ.
૩. (યતિજનસેવા)-વીતરાગ સ્વસંવેદનદ્વારા શુદ્ધ સ્વરૂપનો રસાસ્વાદ થયો, તે વિષે પ્રીતિ-ભક્તિ-સેવા, તેને યતિજનસેવા કહીએ.
૪. (કુદષ્ટિપરિત્યાગ)-પરાલંબી બહિર્મુખ મિથ્યાષ્ટિ જનોના ત્યાગને કુદષ્ટિપરિત્યાગ કહીએ.
(૫-૭) હવે સમ્યકત્વનાં ત્રણ ચિહ્નો કહીએ છીએ
૧. (જિનાગમશુશ્રુષા)-અનાદિની મિથ્યાદષ્ટિને છોડીને, જિનાગમમાં કહેલા જ્ઞાનમય સ્વરૂપને પામીએ, (તેમાં) ઉપકારી જિનાગમ છે, તે (જિનાગમ) પ્રત્યે પ્રીતિ કરે. એવી પ્રીતિ કરે કે જેમ દરિદ્રીને કોઈએ ચિંતામણિ દેખાડયો, ત્યારે તે વડે ચિંતામણિ પામ્યો. તે વખતે તે દેખાડનાર પ્રત્યે જેમ તે દરિદ્રી પ્રીતિ કરે, તેવી પ્રીતિ શ્રી જિનસૂત્ર પ્રત્યે (સમ્યગ્દષ્ટિ) કરે, તેને જિનાગમશુશ્રુષા કહી છે.
૨. (ધર્મસાધનમાં પરમઅનુરાગ)–નિજધર્મરૂપ અનંતગુણનો વિચાર તે ધર્મસાધન છે; તેમાં પરમ અનુરાગ કરે; ધર્મસાધનમાં પરમઅનુરાગ બીજાં ચિહ્ન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com