SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ સમય સમય (નાં) કારણ કાર્યદ્વારા આનંદનો વિલાસ થાય છે. તે કારણકાર્ય પરિણામથી છે. પૂર્વ પરિણામ કારણ છે તે ઉત્તર પરિણામ (રૂપ) કાર્યને કરે છે. તે એક જ કારણકાર્યમાં ત્રણ ભેદ સધાય છે, તે કહીએ છીએ. જેમ પગુણી વૃદ્ધિહાનિ એક સમયમાં સધાય છે તેમ એક વસ્તુના પરિણામમાં ભેદ કલ્પનાધાર વડ કારણકાર્ય ત્રણ ભેદ સાધીએ છીએ. (તે આ પ્રમાણે-) દ્રવ્ય કારણકાર્ય, ગુણ કારણકાર્ય અને પર્યાય કારણકાર્ય. પ્રથમ દ્રવ્યના કારણકાર્ય કહીએ છીએ: - દ્રવ્યના કારણકાર્ય (૧) દ્રવ્ય પોતે જ પોતાના સ્વભાવથી પોતાનું કારણ છે અને પોતે જ કાર્યરૂપ છે; અથવા, (૨) ગુણ-પર્યાય તે દ્રવ્યનું કારણ છે (અને દ્રવ્ય કાર્ય છે ). *ગુણ પર્યાયવાન દ્રવ્ય આવું સૂત્રનું વચન છે; (૩) પૂર્વ પરિણામ યુક્ત દ્રવ્ય કારણ છે અને ઉત્તર પરિણામ યુક્ત દ્રવ્ય કાર્ય છે; અથવા (૪) “સત્' કારણ છે અને દ્રવ્ય કાર્ય છે; અથવા ૧. જાઓ, તત્ત્વાર્થ સૂત્ર ૫-૩૮. ૨. સ્વામી કાર્તિકેયાનુ પ્રેક્ષા ગા. ૨૨૨; ૨૩). Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy