SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ સત્તાના આધારે સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય છે, તેથી સત્તા જ સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપનો વિલાસ કરે છે. કોઈ પ્રશ્ન કરે કે સત્તા તો ‘છે' લક્ષણવાળી છે, ( તે ) વિલાસ કઈ રીતે કરે છે? તેનું સમાધાનઃ- દ્રવ્યનો વિલાસ દ્રવ્ય કરે, ગુણનો (વિલાસ ) ગુણ કરે, ( અને ) પર્યાયનો (વિલાસ ) પર્યાય કરે; ( પરંતુ ) એ ત્રણેના વિલાસનો અસ્તિભાવ સત્તા વડે છે, તેથી સત્તા જ (તેનો વિલાસ ) કરે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ જ્ઞાનમાં આવ્યો; જ્ઞાનના વેદનપણાને લીધે જ્ઞાન જ એ ત્રણેનો વિલાસ કરે છે. એ જ પ્રમાણે દર્શનમાં પણ (તે વિલાસ) આવ્યો, ( તેથી ) દર્શન સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપનો વિલાસ કરે છે. પરિણામ સર્વને વેદીને રસાસ્વાદ લે છે, તેથી પર્યાય સર્વનો વિલાસ કરે છે. આ પ્રમાણે, અનંત ગુણો છે. એકેક ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેનો વિલાસ કરે છે. ૦૦ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008229
Book TitleChidvilas
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy