________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રદેશવશક્તિ
આ
અવસ્થામાં
થતાં ચરમ
આત્મા વિષે પ્રદેશત્વશક્તિ છે, તેનું વર્ણન કરીએ છીએ.
સંસાર અવસ્થામાં અનાદિ સંસારથી પ્રદેશ-કાયા સંકોચ વિસ્તાર (પામે છે), મુક્ત થતાં ચરમ શરીરથી કિંચિત્ ઊણા આકારને ધર* છે. તે એકેક પ્રદેશમાં અનંત ગુણો છે, એવા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશો છે. અભેદવિવક્ષામાં “પ્રદેશત્વ', ભેદવિવક્ષામાં અસંખ્ય', (તથા) વ્યવહારમાં “દેહપ્રમાણ” કહીએ. તેમ જ અવસ્થાન વિવક્ષાથી લોકાગ્ર અવસ્થાનરૂપ થઈને નિવાસ કરે છે. એકેક પ્રદેશની ગણતરી કરતાં અસંખ્ય (પ્રદેશો) છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જિનાગમમાં ‘નોવામાબ-પ્રવેશો દિ નિશ્ચયેન નિનામ' આ પ્રમાણે કહ્યું છે. આ ભેદમાં અસંખ્ય કહેતાં નિશ્ચય સિદ્ધ થતો નથી, (કેમકે) નિશ્ચયમાં ભેદ સિદ્ધ થાય નહિ ?
તેનું સમાધાનઃ- ભેદથી અસંખ્ય (પ્રદેશો હોવાનું) પ્રમાણ કર્યું, તેનાથી ઓછા કે વધારે (પ્રદેશો) નથી-આ નિયમરૂપ નિશ્ચય જાણવો.
કોઈ પ્રશ્ન કરે છે કે-એક પ્રદેશમાં અનંત ગુણો છે તે સર્વ પ્રદેશોમાં છે. [જે અનંત ગુણો છે] તે [ એક પ્રદેશમાં] આખા આવ્યા કે ઓછા આવ્યા?
* જાઓ, સમયસાર ગુજપૃ. ૫૦૫. ૧. જાઓ, દ્રવ્યસંગ્રહ ગા. ૧૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com