________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રદેશત્વશક્તિ
: ૮૭ :
તેનું સમાધાનઃ- સર્વ પ્રદેશોમાં જ્ઞાન છે. પ્રદેશ જુદા જુદા માનવાથી જ્ઞાન જાદું જુદું થઈ જાય; જ્ઞાનપ્રમાણ આત્મા દ્રવ્ય છે તે પણ જુદો જુદો થઈ જાય, એ રીતે વિપરીત થાય છે; માટે વસ્તુમાં અંશકલ્પના નથી (તેમ જ) ગુણમાં પણ (અંશલ્પના) નથી. પરંતુ પરમાણુમાત્ર ગજથી વસ્તુના પ્રદેશ ગણીએ ત્યારે એટલા (– અસંખ્ય ) છે–એમ કહીએ છીએ. ( પરંતુ ) જેમ પ્રદેશોનું એકત્વ તે વસ્તુનું સ્વરૂપ છે તેમ જ્ઞાનસ્વરૂપ છે.
ક્રમના બે ભેદ છે– (૧) વિષ્ફભમ અને (૨) પ્રવાહક્રમ; વિખંભક્રમ પ્રદેશોમાં છે ને પ્રવાહક્રમ પરિણામમાં છે. દ્રવ્યમાં ક્રમભેદ નથી, વસ્તુના અંગ જ એવા ભેદને ધારણ કરે છે; પણ અંગમાં ક્રમભેદ છે, વસ્તુમાં નથી. જેમ નરના અંગમાં ક્રમભેદ છે ( પણ ) નરમાં નથી; એ પ્રકારે જાણવું. જેમ અરીસામાં પ્રકાશ છે, (ત્યાં ) આખા અરીસામાં ( જેવો પ્રકાશ ) છે તેવો જ અરીસાના એક પ્રદેશમાં છે. તે પ્રદેશ અરીસામાં જુદો તો નથી પણ ( જ્યારે ) પરમાણુમાત્ર પ્રદેશને કલ્પીએ ત્યારે તે પ્રદેશમાં જાતિશક્તિ તો તેવી (અરીસા જેવી ) જ છે, પરંતુ સંપૂર્ણ વસ્તુ બધા પ્રદેશોનું નામ પામે છે. એ પ્રકારે જાતિ-શક્તિ ભેદથી તો પ્રદેશમાં ગુણ આવ્યો, પરંતુ સંપૂર્ણ આત્મવસ્તુ તો અસંખ્ય પ્રદેશમય છે; એક પ્રદેશ લોકાલોકને જાણે તે જ સર્વ પ્રદેશો જાણે, પરંતુ સર્વ પ્રદેશોનો એકત્વભાવ તે વસ્તુ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-એક ગુણના અનંત પર્યાયો છે; એક પ્રદેશમાં એક ગુણ છે તેમાં અનંત પર્યાયો કઈ રીતે આવ્યા ?
૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૪૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com