________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ : આત્મભાવના ૧૬ર વર્ષમાં અનુક્રમે થયા. ત્યારપછી બાર અંગનું જ્ઞાન પરંપરા ઘટતું-ઘટતું ચાલ્યું આવતું હતું, અને તેનો કેટલોક ભાગ ધરસેનાચાર્યદવને ગુરુપરંપરાથી મળ્યો હતો. મહાવીર ભગવાન મોક્ષ પધાર્યા બાદ ૬૮૩ વર્ષે ધરસેનાચાર્યદવ થયા. તેઓ સૌરાષ્ટ્રના ગીરનાર પર્વતની ચંદ્રગૂફામાં બિરાજતા હતા, તેઓ અષ્ટાંગ મહાનિમિત્તના જાણનાર અને ભારે કૃતવત્સલ હતા. ભગવાનની પરંપરાથી ચાલ્યા આવેલા શ્રુતના વિચ્છેદનો ભય થતાં તેમણે મહિમાનગરીમાં ધર્મોત્સવ નિમિત્તે ભેગા થયેલા દક્ષિણના આચાર્યો ઉપર એક લેખ મોકલ્યો; તે લેખદ્વારા ધરસેનાચાર્યદેવના આશયને સમજીને તે આચાર્યોએ શાસ્ત્રના અર્થને ગ્રહણ–ધારણ કરવામાં સમર્થ, મહાવિનયવંત, શીલવંત એવા બે મુનિઓને ધરસેનાચાર્યદેવ પાસે મોકલ્યા; ગુરુઓ દ્વારા મોકલવાથી જેમને ઘણી તૃપ્તિ થઈ છે, જેઓ ઉત્તમ દેશ, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા છે, સમસ્ત કળાઓમાં પારંગત છે, એવા તે બન્ને મુનિવરો ત્રણ વાર આચાર્ય ભગવંતોની આજ્ઞા લઈને ધરસેનાચાર્યદવ પાસે આવવા નીકળ્યા.
જ્યારે તે બન્ને મુનિવરો આવી રહ્યા હતા ત્યારે, અહીં ધરસેનાચાર્યદવે રાતના પાછલા ભાગમાં એવું શુભસ્વપ્ન જોયું કે બે મહા સુંદર સફેદ બળદ ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને નમ્રપણે ચરણોમાં નમી રહ્યા છે.-આ પ્રકારનું મંગલ સ્વપ્ન દેખવાથી સંતુષ્ટ થઈને આચાર્યદેવે ‘જયવંત હો મુતવેવતા' એવા વાક્યનું ઉચ્ચારણ
તે જ દિવસે પૂર્વોક્ત બને મુનિવરો આવી પહોંચ્યા, ને ભક્તિપૂર્વક આચાર્યદેવના ચરણોમાં વંદનાદિ કર્યા. મહાધીર ગંભીર અને વિનયની મૂર્તિ એવા તે બન્ને મુનિઓએ ત્રીજે દિવસે ધરસેનાચાર્યદવ પાસે વિનયપૂર્વક નિવેદન કર્યું કે પ્રભો! આ કાર્યને માટે અમે બન્ને આપના ચરણકમળમાં આવ્યા છીએ. તેઓએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com