________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૮૩ ભાવમરણ થાય છે. તારું જીવન તો તારા ચિદાનંદસ્વરૂપમાં જ છે, તેમાં તું પ્રવેશ કર.
જેમ રાજા પોતાને ભૂલીને એમ માને કે હું ભીખારી છું, તેમ આ ચૈતન્યરાજા પોતાના સ્વરૂપને ભૂલીને, દેહ તે જ હું છું એમ માનીને વિષયોનો ભીખારી થઈ રહ્યો છે, તેનું નામ ભાવમરણ છે. તેના ઉપર કરુણા કરીને કહે છે કે અરે જીવો!
“ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો.”
એ દેહાદિમાં આત્મબુદ્ધિ છોડો, ને ભિન્ન ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેની શ્રદ્ધા કરો કે જેથી આ ઘોર દુઃખોથી છૂટકારો થાય ને આત્માનું નિરાકુળ સુખ પ્રગટે. આત્માનું સ્વરૂપ ઓળખીને પછી તેને સાધતાં આત્મા પોતે સ્વયમેવ પરમાત્મા બની જાય છે. સાધ્ય અને સાધન બને પોતામાં છે, પોતાથી બહાર કોઈ સાધ્ય કે સાધન નથી, માટે તમારી ચૈતન્યસંપદાને સંભાળીને બાહ્યબુદ્ધિ છોડોએવો સંતોનો ઉપદેશ છે. (૧૫)
[ હવે આજે શ્રતપંચમીનો મહાન દિવસ હોવાથી તેના મહિમા સંબંધી થોડુંક કહેવાય છે. ]
* વીર સં. ૨૪૮૨ શ્રુતપંચમી-પ્રવચન * શ્રુતપંચમીનો ઇતિહાસ આ પ્રમાણે છે:
વીતરાગ સર્વજ્ઞ અંતિમ તીર્થંકર દેવાધિદેવ મહાવીર પરમાત્માના શ્રીમુખથી દિવ્યધ્વનિદ્વારા જે હિતોપદેશ નીકળ્યો તે ઝીલીને ગૌતમગણધરદેવે એક મુહૂર્તમાં બાર અંગની રચના કરી બાર અંગમાં તો અપાર શ્રુતજ્ઞાનનો દરિયો ભર્યો છે. મહાવીર ભગવાનના મોક્ષ પધાર્યા બાદ ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને જંબુસ્વામી એ ત્રણ કેવળી, તથા આચાર્ય વિષ્ણુ, નંદિ, અપરાજિત, ગોવર્ઝન અને ભદ્રબાહુએ પાંચ શ્રુતકેવલી ભગવંતો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com