________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : આત્મભાવના
દેહને આત્મા માનનારો સ્ત્રી-પુત્રાદિને પોતાનાં માને છે
જેણે ચૈતન્યસ્વરૂપ આત્માને ન જાણ્યો અને શરીરને જ આત્મા માન્યો, તેની નજર અંતરમાં ચૈતન્ય ઉપર ન ગઈ પણ બહારમાં નજર લંબાણી; એટલે પરમાં બીજાના આત્માને પણ દેહથી જુદો ન જાણતાં શરીરરૂપે જ માને છે; તથા બહારમાં સ્ત્રી-પુત્ર-ધન વગેરે પણ પોતાના હિતરૂપ જાણીને ભ્રમથી વર્તે છે-એમ હવે કહે છે–
स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम्।
वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः।।११।।
પોતામાં તેમ જ પરમાં દેહને જ જે આત્મા માને છે, અને દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને તો જાણતો નથી, તે મૂઢ જીવની ઊંધી દષ્ટિ બહારમાં લંબાય છે એટલે વિભ્રમથી તે એમ માને છે કે આ મારી સ્ત્રી, આ મારો પુત્ર ઇત્યાદિ.
અજ્ઞાની મૂઢ જીવ આત્માનો અજાણ પોતાના અને પરના શરીરને જ આત્મા માનીને ભ્રમણાથી વર્તે છે; તેથી બીજાને પણ તે શરીર ઉપરથી ઓળખે છે. સર્વજ્ઞ ભગવાનને, મુનિઓને, સંતોને વગેરે બધાયને પણ એ જ રીતે બાહ્યદૃષ્ટિથી શરીરરૂપે જ દેખે છે. પણ શરીરથી ભિન્ન અંદરની ચૈતન્યપરિણતિવાળો આત્મા છે તેને તે ઓળખતો નથી. શરીરને જ અજ્ઞાની દેખે છે પણ આત્મા શું છે, આત્માના જ્ઞાનાદિ ભાવો શું છે તેને તે ઓળખતો નથી. જડ કર્મને લીધે આત્માને વિકાર થાય-એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com