________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૬૨ : આત્મભાવના
આવીને પિતાજીને પગે લાગીને દીક્ષા લેવા ચાલ્યા જાય છે, પણ રામ તો લક્ષ્મણની પ્રીતિ આડે કાંઈ બોલતા નથી. લક્ષ્મણના મડદાને ખવરાવવા-પીવરાવવા-નવરાવવાની ચેષ્ટા કરે છે.-ત્યાં બાહ્યદષ્ટિવાળાને તો એમ જ શંકા થાય કે શું આ જ્ઞાની!! પણ તેને જ્ઞાનીની ષ્ટિની ખબર નથી. ખભે લક્ષ્મણનું મડદું પડયું છે ત્યારે પણ દષ્ટિ ચિદાનંદસ્વરૂપ ઉપર જ પડી છે,-અમે તો ચિદાનંદસ્વરૂપ આત્મા છીએ. આ શરીર પણ અમે નથી તો પછી બીજાની શી વાત!! અને આ રાગ પણ અમારું વાસ્તવિક સ્વરૂપ નથી. અમે તો અનંત જ્ઞાનઆનંદની શક્તિસ્વરૂપ જ છીએ.-આવું અંતર્ભાન જ્ઞાનીને નિરંતર વર્તે છે.
જુઓ, રાવણ જ્યારે સીતાને સીતાને ઉપાડી ગયો ત્યારે સીતાજીના વિરહમાં રામચંદ્રજી ઝાડને અને પર્વતને પૂછે છે કે અરે ઝાડ! તેં કયાંય મારી સીતાને દેખી!! અરે ! સીતા ધર્માત્મા ! પતિવ્રતા ! એનું શું થયું હશે ! અરે પર્વત! તેં કયાંય મારી જાનકીને જોઈ!–એમ પહાડને પૂછે છે, પણ પર્વત કાંઈ બોલે ?–છતાં આ પ્રસંગેય અંતરમાં દેહથી પા૨ ને શોકથી પાર ચિદાનંદસ્વરૂપનું ભાન તેમને વર્તે છે. અજ્ઞાની તો પોતાના શરીરને આત્મા માને છે, ને બીજામાં પણ શરીરને જ આત્મા તરીકે દેખે છે, પણ શ૨ી૨થી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને તે જાણતો નથી. આત્મા તો સદા જ્ઞાન-આનંદસ્વરૂપ જ છે -એમ પોતાના અંતર્વેદનથી જ જણાય છે. આત્મા પોતે અનંત જ્ઞાનઆનંદસ્વરૂપ પરિણમ્યો તે પછી અચલપણે સ્થિર રહે છે. તેમાંથી કદી સ્મૃત થતો નથી. માટે આવા જ્ઞાન-આનંદસ્વરૂપ આત્માને જાણવો, ને દેહમાં આત્મબુદ્ધિ છોડવી. (૮-૯)
* * *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com