________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
,
આત્મભાવના : ૪૯ પણ કહેવાય છે. વળી ભગવાનને ‘શાસ્તા' એટલે કે ‘શાસક’ (શાસન કરનારા ) પણ કહેવાય છે, કેમકે મોક્ષમાર્ગરૂપ ઉત્કૃષ્ટ શાસનના ભગવાન નાયક છે. શાસન એટલે ઉપદેશ-શિખામણ; મોક્ષમાર્ગનો ઉત્કૃષ્ટ ઉપદેશ દેનારા હોવાથી ભગવાન શાસક છે. વળી મોક્ષમાર્ગનું વિધાન (પ્રતિપાદન ) કરનારા હોવાથી ભગવાનને ‘વિધાતા ' પણ કહે છે. ‘છો મોક્ષમાર્ગ વિધિ ધારણથી જ ધાતા' એમ ભક્તામરસ્તુતિમાં પણ કહ્યું છે. કોઈ વિધાતા આવીને લેખ લખી જાય છે, એ વાત તો ખોટી છે. એવો કોઈ આ જગતમાં વિધાતા નથી, પણ સર્વજ્ઞપરમાત્માના જ્ઞાનમાં કયારે શું થયું-શું થાય છે ને શું થશે? તે બધું લખાઈ (જણાઈ) ગયું છે તેથી તેઓ જ વિધાતા છે. પોતે મોક્ષમાર્ગની વિધિ ( અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર) ને ધારણ કરીને મુક્તિ પામ્યા ને બીજા જીવોને પણ તે મુક્તિમાર્ગનું વિધાન કર્યું તેથી હું પરમાત્મા ! આપ જ અમારા વિધાતા છો; અમને મોક્ષમાર્ગમાં દોરી જનારા નેતા પણ આપ છો. ( મોક્ષમાર્નસ્ય નોતાર...)
'
આ પ્રમાણે, સર્વજ્ઞતા અને પરિપૂર્ણ આનંદને પામેલા પરમાત્માનું સ્વરૂપ ઓળખીને, તેમના જુદા જુદા અનેક ગુણોની અપેક્ષાએ તેમને જુદાં જુદાં અનેક નામોથી કહેવામાં આવે છે. એ ખાસ ધ્યાન રાખવું કે જેઓ પરિપૂર્ણ જ્ઞાન ને આનંદને પામેલા હોય એવા પરમાત્માની જ આ વાત છે. બાકી જગતમાં મિથ્યાદષ્ટિ જીવો પરમાત્માનું સ્વરૂપ અનેક પ્રકારે વિપરીતપણે માની રહ્યા છે, તે બધાય સાચા છે એમ ન સમજવું.
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ જે ઓળખે છે, તે તો બહિરાત્મપણું છોડીને, પરમાત્મપણાનો સાધક થઈ જાય છે, એટલે કે અંતરાત્મા થઈ જાય છે, તેને શરીરાદિમાં આત્મબુદ્ધિ થતી નથી. (૬)
卐
Please inform us of any errors on rajesh@Atma Dharma.com