________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ : આત્મભાવના તેને ખરેખર વિવિક્તશય્યાસન હોતું નથી, અને પરમાત્મા રાગાદિથી કેવા વિવિક્ત છે તેને પણ તે ઓળખતો નથી. આત્માને પરથી વિભક્ત જાણીને તેમાં વસવું-એકાગ્ર થવું તે વિવિક્તપણું છે.
અહીં તો ભગવાન પરમાત્માના સ્વરૂપની ઓળખાણ સહિત તેમનાં અનેક નામોની વાત છે. આત્મામાં અનંત ગુણો છે, તેના ગુણોની અપેક્ષાએ તેને ભિન્ન ભિન્ન અનેક નામોથી કહેવામાં આવે છે. તેમાંથી કેટલાંક નામો તો ઉપર કહ્યાં; તે ઉપરાંત સર્વના જ્ઞાતા હોવાથી ભગવાનને “સર્વજ્ઞ” કહેવાય છે; સહજ આત્મિક આનંદસહિત હોવાથી “સહજાનંદી” પણ કહેવાય છે; રાગ-દ્વેષમોહરૂપ કલંક રહિત હોવાથી “નિકલંક” અથવા “અકલંક” પણ કહેવાય છે; રાગાદિ અંજનરહિત હોવાથી “નિરંજન” પણ કહેવાય છે. જન્મ-જરા-મરણ રહિત હોવાથી “અજ–અજર-અમર' પણ કહેવાય છે; વળી તેઓ જ જ્ઞાનસ્વરૂપ-બોધસ્વરૂપ હોવાથી ખરા “બુદ્ધ' છે; પોતાના જ્ઞાનાનંદસ્વરૂપની મર્યાદારૂપ સીમાને ધારણ કરતા હોવાથી તેઓ જ “સીમંધર” છે. આત્માના અનંત મહાન પરાક્રમરૂપ વીરતા પ્રગટ કરેલ હોવાથી તેઓ “મહાવીર” છે.
વ્યક્તિ તરીકે તો એક નામથી એક ભગવાન ઓળખાય પણ ગુણવાચક નામ તરીકે એક નામ કહેતાં તેમાં બધાય ભગવાન આવી જાય છે. જેમકે “સીમંધર' કહેતાં વ્યક્તિ તરીકે તો મહાવિદેહના પહેલા તીર્થકર (સત્યવતીનંદન) ઓળખાય છે તથા “મહાવીર કહેતાં ભરતક્ષેત્રના છેલ્લા તીર્થંકર (ત્રિશલાનંદન) ઓળખાય છે; પણ ગુણવાચક તરીકે તો બધાય પરમાત્મા-જિનવરોને “સીમંધર” અથવા “મહાવીર' કહેવાય છે કેમકે બધાય ભગવંતો સ્વરૂપની સીમાને ધારણ કરનારા છે ને મહાન વીર્યના ધારક છે.-આ રીતે ગુણના સ્વરૂપથી પરમાત્માને ઓળખવાની પ્રધાનતા છે. અને, પરમાત્માને જેટલાં નામો લાગુ પડે છે તે બધાંય નામો આ આત્માને પણ સ્વભાવ-અપેક્ષાએ લાગુ પડે છે, કેમ કે સ્વભાવથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com