________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ : આત્મભાવના બાહ્ય વિષયોની પ્રીતિથી દુઃખી થઈ રહ્યો છે. અતીન્દ્રિય ચૈતન્ય વિષયને ચૂકીને બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં મૂર્છાઈ ગયો છે તેથી બહિરાત્મા નિરંતર દુઃખી છે. મારા પરમાનંદની શક્તિ મારા આત્મામાં જ ભરી છે, ઇન્દ્રિયના બાહ્ય વિષયોમાં મારું સુખ નથીએવી અંતરપ્રતીતિ કરીને ધર્માત્મા અંતર્મુખ થઈને આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ લે છે. જેમ લીંડી પીપરના દાણે-દાણે ચોસઠપહોરી તીખાસની તાકાત ભરી છે તેમ પ્રત્યેક આત્માનો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન-આનંદથી ભરેલો છે. પણ તેનો વિશ્વાસ કરીને તેમાં અંતર્મુખ થઈને એકાગ્ર થાય તો તે જ્ઞાન-આનંદનો સ્વાદ અનુભવમાં આવે. આત્માથી બાહ્ય વિષયોમાં ક્યાંય આત્માનો આનંદ નથી. ધર્મી પોતાના આત્મા સિવાય બહારમાં ક્યાંય સ્વપ્નય આનંદ માનતા નથી. આવા અંતરાત્મા પોતાના અંતસ્વરૂપમાં એકાગ્ર થઈને પરિપૂર્ણ જ્ઞાન-આનંદ પ્રગટ કરીને પોતે જ પરમાત્મા થાય છે. સર્વજ્ઞ હોવા છતાં જ્યાંસુધી શરીરાદિ સહિત છે ત્યાંસુધી તે અરિહંત સકલ પરમાત્મા છે, અને પછી શરીરરહિત થઈ ગયા તે સિદ્ધ નિકલ પરમાત્મા છે.
–એ રીતે બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્માનું સ્વરૂપ કહ્યું. તે જાણીને મોક્ષાર્થીએ અંતરાત્મારૂપ ઉપાય વડે પરમાત્મપણું સાધવું, ને બહિરાત્મપણું છોડવું. [વી. સં. ૨૪૮૨ વૈશાખ વદ ૮ સમયસાર-પ્રતિષ્ઠા વાર્ષિકઉત્સવ ]
આ સમાધિશતક છે; સમાધિ એટલે શું? આધિ-વ્યાધિ અને ઉપાધિરહિત આત્માની સહજ શાંતિ તે સમાધિ છે, અથવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે સમાધિ છે, અથવા નિર્વિકલ્પ આનંદના -અનુભવમાં લીનતા તે સમાધિ છે. તે સમાધિ કેમ થાય? કે દહાદિથી ભિન્ન જ્ઞાનાનંદ-સ્વરૂપ આત્માનું ભાન કરીને તેમાં એકાગ્રતાથી સમાધિ થાય છે. આત્માને દેહાદિથી ભિન્ન ન જાણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com