________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૩૭ ને રાગાદિવાળો જ જાણે તો તેને સમાધિ થતી નથી, પણ ભ્રાંતિ થાય છે. એવી ભ્રાંતિ તે બહિરાભદશા છે. સિદ્ધસમાન, જ્ઞાનઆનંદથી પરિપૂર્ણ, દેહાદિથી ભિન્ન એવા આત્માની અંતરષ્ટિ જેને છે તે અંતરાત્મા છે. દેહ હું, રાગ હું-એવા પરમાં આત્માના સંકલ્પ-વિકલ્પથી જે રહિત છે ને નિર્વિકલ્પ પ્રતીતસહિત છે તે અંતરાત્મા છે. પછી ચૈતન્યમાં લીન થઈને જેમણે કેવળજ્ઞાન ને પરિપૂર્ણ આનંદ પ્રગટ કર્યો તે પરમાત્મા છે; એવી પરમાત્મદશા પરમ ઉપાદેય છે.
ચૈતન્યસ્વભાવને દેહાદિથી ભિન્ન જાણીને તેના અવલંબને સર્વજ્ઞતા ને આત્માનો સ્વાધીન અતીન્દ્રિય આનંદ ભગવાને પ્રગટ કર્યો. તે ભગવાન પરમાત્મા સર્વજ્ઞ-વીતરાગ અને પરમ હિતોપદેશક છે; આનંદથી ભરેલા નિજરસનું પાન કરે છે; આત્મામાંથી જ ઉત્પન્ન એવા પરમ સ્વાધીન અનંતસુખના ભોગવટામાં સદાય લીન છે. જુઓ, ભગવાન પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ-વીતરાગ-પરમ હિતોપદેશી છે. પોતે સર્વજ્ઞ-વીતરાગ થયા, ને બીજા જીવોને પણ અંતરંગ સ્વરૂપના અવલંબને સર્વજ્ઞવીતરાગ થવાનો જ ઉપદેશ આપ્યો. મહાવિદેહમાં અત્યારે સીમંધર પરમાત્મા સાક્ષાત્ બિરાજે છે, સમવસરણમાં તેઓનો એવો ઉપદેશ છે કે તમારો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, રાગનો એક અંશ પણ જ્ઞાનસ્વભાવમાં નથી; આવા સ્વભાવનું અવલંબન કરો. ભગવાનનો ઉપદેશ વીતરાગતાનો છે, રાગ રાખવાનો ભગવાનનો ઉપદેશ નથી. જો રાગથી લાભ થાય તો ભગવાન પોતે રાગ છોડીને વીતરાગ કેમ થયા? અને જે વીતરાગ થયા છે તે રાગથી લાભ થવાનું કેમ કહે ? રાગથી લાભ થાય એવો ભગવાનનો ઉપદેશ છે ન નહીં. રાગથી લાભ થાયએવો ઉપદેશ તે હિતોપદેશ નથી પણ અહિતોપદેશ છે, કેમકે રાગ તો અહિત છે, હિત તો વીતરાગતા જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com