________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૩પ નથી, હું તેનો નથી; મારો તો એક જ્ઞાનદર્શનલક્ષણરૂપ શાશ્વત આત્મા જ છે, એ સિવાય સંયોગલક્ષણવાળા જે કોઈ ભાવો છે તે બધાય મારાથી બાહ્ય છે, ચૈતન્યના આશ્રયે જ્ઞાન-વૈરાગ્યરૂપ ભાવ પ્રગટે તે મને હિતરૂપ છે, ને બાહ્ય પદાર્થના આશ્રયે રાગાદિભાવો થાય તે મને અહિતરૂપ છે.-આ પ્રમાણે જીવ-અજીવ વગેરે તત્ત્વોની પ્રતીતિ કરીને, અંતર્મુખ ચૈતન્ય-સ્વરૂપમાં વર્તે છે તે અંતરાત્મા છે.
અને રાગ-દ્વેષ-મોહનો સર્વથા ક્ષય કરીને, કેવળજ્ઞાન કેવળદર્શન અનંત અતીન્દ્રિય આનંદ ને અનંતવીર્ય જેમને પ્રગટી ગયા છે તે પરમાત્મા છે; તેમાં અરિહંત પરમાત્મા તે સકલ પરમાત્મા છે અને સિદ્ધપરમાત્મા તે નિકલ-પરમાત્મા છે. ચાર ઘાતકર્મોના ક્ષયથી કેવળજ્ઞાનાદિ અનંત ચતુય તો બન્નેને સરખાં છે. અરિહંત પરમાત્માને ચાર અઘાતી કર્મો બાકી છે તેનો ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે, બહારમાં સમવસરણાદિ દિવ્ય વૈભવ હોય છે; તેઓ પરમહિતોપદેશક છે. હજી શરીરના સંયોગસહિત હોવાથી તે સકલપરમાત્મા છે. સિદ્ધપરમાત્મા આઠ કર્મોથી રહિત લોકની ટોચે બિરાજમાન છે, અનંત આનંદના અનુભવમાં કૃતકૃત્યપણે સાદિઅનંતકાળ બિરાજે છે, શરીરાદિનો સંયોગ છૂટી ગયો છે તેથી તેમને નિકલપરમાત્મા કહેવાય છે.
સિદ્ધભગવાન જેવી તાકાતથી ભરેલો આ આત્માનો સ્વભાવ છે, તેને ભૂલીને અજ્ઞાની જીવ બાહ્ય વિષયોમાં સુખદુઃખની બુદ્ધિથી દિનરાત બળી રહ્યો છે. બાહ્યમાં અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ મળવો તે તો પુણ્ય-પાપના બંધનું ફળ છે. પૂર્વે પુણ્ય-પાપથી જે શુભ-અશુભ કર્મો બંધાયા તેના ફળમાં બાહ્યમાં અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ મળે છે, તે સંયોગ તો આત્માથી ભિન્ન છે, છતાં તેને સુખદુ:ખનું કારણ માનવું તે ભ્રાંતિ છે. તે ભ્રાંતિને લીધે અજ્ઞાની જીવ પોતાની આત્મશાંતિને ખોઈ બેઠો છે, ને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com