________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૩૫૮: આત્મભાવના
ચિદાનંદસ્વરૂપ આત્માની ભાવના ભાવીને પરમ પદને પામે છે.
શરી૨ અને ઇન્દ્રિયોની ક્રિયા, જાણે કે હું જ કરું છું–એમ અજ્ઞાની જીવ ભ્રમથી તે જડની ક્રિયાઓને આત્માની જ માને છે, તેથી તે જડબુદ્ધિ બહિરાત્મા ઇન્દ્રિયવિષયોની જાળમાં જ ફસ્યો રહે છે ને દુ:ખી થાય છે; દેહની ક્રિયામાં જ રાગ-દ્વેષ કરતો થકો દુઃખી થાય છે પણ ચૈતન્યમાં ઠરતો નથી. જ્ઞાની-વિવેકી-અંતરાત્મા તો શરીર અને ઇન્દ્રિયોની ભાવનામાં એકાગ્ર થઈને પરમ પદને પામે છે, મહાન સુખને પામે છે.
અજ્ઞાની પરિવષયોથી પોતાને સુખ-દુઃખ માનીને તેમાં જ લીન રહે છે. જ્ઞાની તો જાણે છે કે સર્વે દ્રવ્યો એકબીજાથી અસહાય છે, કોઈ કોઈને રાગ-દ્વેષમાં પ્રેરતું નથી. છએ દ્રવ્યો સદાય પોતપોતાના સ્વરૂપમાં પ્રવર્તી રહ્યા છે.
જીવની ઇચ્છા થાય ને ગમન કરે ત્યાં શરીર પણ ભેગું ચાલે, જીવની ઈચ્છા થાય ત્યાં ભાષા પણ ઘણીવાર તેવી બોલાય,—આવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, પણ બન્નેની ક્રિયાઓ ભિન્ન છે, બન્નેનાં લક્ષણો ભિન્ન છે, એમ નહિ જાણનાર અજ્ઞાની ‘હું જ શરીરને ચલાવું છું-હું જ ભાષા બોલું છું' એમ દેહનો પોતામાં આરોપ કરે છે ને તેથી દેહસંબંધી વિષયોમાં તે સુખ માને છે. પણ ભિન્ન આત્માને જાણનારા જ્ઞાની તો તે આરોપને જૂઠો જાણીને દેહથી ભિન્ન અંતરાત્માને અનુભવે છે, અને આત્મામાં દેહનો આરોપ છોડીને, પરમપદને પામે છે.
આ રીતે ભેદજ્ઞાન વડે ભિન્ન લક્ષણની ઓળખાણપૂર્વક શરીર અને આત્માનો એકબીજામાં આરોપ છોડીને, અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું પણ લક્ષ છોડીને, દેહથી ભિન્ન આત્માના અનુભવમાં એકાગ્રતા કરવી તે જ પરમ આનંદમય પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે, તે જ સમાધિ છે.(૧૦૩–૧૦૪ )
Please inform us of any errors on rajesh @Atma Dharma.com